Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ કામગીરીનો અહેવાલ-હિસાબો-બજેટને સર્વાનુમતે મંજુરી મળી

વેપાર-ઉદ્યોગના કોઇ પણ પ્રશ્નોની જાણ કરોઃ પ્રમુખ વી.પી.વૈષ્ણવ : મા.મંત્રી નૌતમભાઇ બારસીયાએ વર્ષની કામગીરીનો ચિતાર આપ્યો ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ નિકાસકારોને હવે ફાયદો થશે તેવું જણાવ્યું

રાજકોટ તા. ૧ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૯/ર૦ર૦ ના રોજ યોજાયેલ ચેમ્બરની ૬૬મી વાર્ષિક સામાન્ય સભા કોરોના મહામારી તથા સાવચેતીના ભાગરૂપે સૌ પ્રથમ વખત ઓનલાઇન યોજવામાં આવેલ. જેમાં સમયસર કોરમ પુરૂ થઇ જતા એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ.

ચેમ્બરના માનદ્દ મંત્રી શ્રી નૌતમભાઇ બારસીયાએ ગત તા.રપ/૯/ર૦૧૯ ની વાષ્ર્કિ સભાની મીનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલા.

પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણએ સૌ સભ્યોને આવકારી ઉદ્દબોધન કરતા રાજકોટ ચેમ્બર વેપાર-ઉદ્યોગનું  પ્રતિનિધિત્વ કરતી મહાજન સંસ્થા છે. સૌ સભ્યોના સાથ અને સહકારથી ચેમ્બર પોતાની સાખમાં વધારો કરી રહી છે. ચેમ્બર દ્વારા અલગ-અલગ સેકટરને લગતા સેમીનારો-મીટીંગો યોજી તેમજ વિવિધ પ્રશ્નોની રજુઆતો કરી ૯૦% સફળતા મેળવેલ છે કોરોનાના કપરા સમયગાળા દરમ્યાન ચેમ્બરે સારી કામગીરી કરેલ છે અને સૌ સભ્યોનોએ સમયમાં સારો સાથ અને સહકાર પણ મળેલ છે લોકડાઉન દરમ્યાન રાજકોટ કલેકટર સાથે ચેમ્બરે વખતો વખત મિટીગો યોજી સૌની સલામતીનું ધ્યાન રાખી મહત્વનું યોગદાન આપેલ છે લોકડાઉનના સમયમાં RMCની હદની બહાર ૧૮ હજાર તથા RMC ની હદમાં આવતા ર૦ હજાર જેટલા ઔદ્યોગીક એકમો ચેમ્બરે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સાથ અને સહકારથી શરૂ કરાવેલ છે અમુક સભાસદોની ફરીથી લોકડાઉન કરવાની માગણી ઉઠતા ચેમ્બર દ્વારા તમામ એસોસીએશનનો સાથે મિટીંગ યોજી સૌના મંતવ્યો જાણી પાછુ લોકડાઉન કરવું હિતાવહ નથી તેવો સૌનો સુર હતો તેમજ જણાવી પ્રમુખશ્રીએ કોરોનાને હળવાશમાં ન લેતા માસ્ક, સેનેટાઇઝ અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ પણ કરવામાં આવેલ સાથો સાથ વેપારીઓ તથા ઉદ્યોગકારોને કોઇપણ જાતની મુશ્કેલી કે પ્રશ્નો હોય તો ચેમ્બરને જાણ કરવી જેનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવીશું.

ત્યારબાદ ચેમ્બરના માનદ્દમંત્રી શ્રી  નૌત્તમભઇ બારસીયા દ્વારા ર૦૧૯-ર૦ ના વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ મિટીંગ-મુલાકાતો સેમિનારો, ઓપન હાઉસ, અખબારી યાદીઓ વગેરે કાર્યવાહીનો અહેવાલ રજુ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે એરલાઇન્સ માટે વિવિધ ફલાઇટો શરૂ કરવી, રાજકોટના રેલ્વે સ્ટેશન ખાતે લગેજ સ્કેનર મશીન મુકવા માટે DRUCC  અને ZRUCC મિટીંગમાં રજુઆતો GST ને લગતી વિવિધ રજુઆતો તથા સેમીનારો, PGVCL  તથા સોલારના પ્રશ્નો અંગે મિટીંગો તથા રજુઆતો, ખિરસરા ખાતે નવી ઞ્ત્ઝ્રઘ્ માં પ્લોટ ધારકોને પડતી મુશ્કેલી જેવા વગેરે વિવિધ સેકટરમાં ચેમ્બરના પ્રમુખ શ્રી હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી તેની સફળ રજુઆત કરેલ છે.

ત્યારબાદ ચેમ્બરના ટ્રેઝર શ્રી ઉત્સવભાઇ દોશીની સંમતીથી વર્ષ ર૦૧૯-ર૦ ના ઓડીટેડ હિસાબો અને ચાલુ વર્ષ ર૦ર૦-ર૧ નું અંદાજ પત્ર રજૂ કરેલ તથા ચાલુ વર્ષ માટે ઓડીટરની નિમણુંકને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.

વધુમાં પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ ચેમ્બરના તમામ સભ્યોનો ઓડીટેડ હિસાબો તથા અંદાજપત્ર વિગેરેને મંજૂરી આપવા બદલ આભાર વ્યકત કરેલ તેમજ કોઇપણ સંસ્થાનો પાયો તેમના સભાસદો જ હોય છે અને સભ્યોના પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆતો કરી તેનું નિરાકરણ લાવવાનો મુળભુત હેતું છે.  ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રાએ જણાવેલ કે કોરોનાના કપરા સમયમાં સાવચેતીના ભાગરૂપે સૌ પ્રથમ રાજકોટ ચેમ્બરની ઓનલાઇન વાર્ષિક સભા યોજવામાં આવેલ છે. નિકાસકારોને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત રાજકોટ ચેમ્બર તરફથી સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઓનલાઇન મળી રહે તેની પ્રોસીઝર ચાલી રહી છે જેના કારણે નિકાસકારોને ઘણો ફાયદો થશે. સરકાર દ્વારા નિકાસકારો માટેની એમઇઆઇએસ સ્કીમ બંધ કરવામાં આવી છે જે નુકશાનકારક છે જે બાબતે ચેમ્બરે રજૂઆતો પણ કરેલ છે. ચેમ્બર દ્વાર ઘણાં વર્ષોથી રાજકોટના રેલ્વે સ્ટેશન પર લગેજ સ્કેનરની માગણી મુકેલ હતી તે સફળ થયેલ છે. સાથો સાથ રેલ્વે અંતર્ગત  એસ્કેલેટર મુકવા, ટ્રેઇનો વધારવી, ડબલ ટ્રેકની કામગીરી વગેરે વિવિધ બાબતોની રજૂઆતો કરેલ છે. જે ટૂંક સમયમાં પરી પુર્ણ થઇ જશે. પાર્થભાઇએ સભ્યોને જીએસટી, એકસપોર્ટ, રીફંડ, જેવા કોઇપણ પ્રશ્નો હોય તો ચેમ્બરને મોકલી આપવા જણાવેલ.

વાર્ષિક સભાના અંતમાં આભાર વિધી ચેમ્બરના કારોબારી સભ્ય અમૃતભાઇ ગઢીયાએ કરેલ તેમજ સમગ્ર સભાનું સંચાલન માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:44 pm IST)
  • રાપર હત્યાકાંડ : કચ્છના રાપર વકીલ હત્યાકાંડ : સીટમાં વધુ બે અધિકારી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંઘ અને મુન્દ્રા મરીન પીઆઇ ગિરિશ વાણિયાની વરણી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન, હત્યાના ચોક્કસ કારણો જાણવા સીટ દ્વારા તપાસનો ધમધમાટ access_time 10:47 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 63 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં નવા 86,748 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 63,10,267 થઇ :9,40,644 એક્ટિવ કેસ :વધુ 85,274 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 52,70,007 રિકવર થયા :વધુ 1179 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 98,708 થયો access_time 12:51 am IST

  • નાની બચતના રોકાણકારો આનંદો : ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં : પીપીએફ ઉપર 7.1 ટકા ,એનએસસી ઉપર 6.8 ,તથા સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર 7.6 ટકા વ્યાજ યથાવત access_time 12:03 pm IST