Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ સહીત રાજયભરમાં ગઇકાલે બાયો ડીઝલ એકમ ઉપર પડેલા દરોડામાં કરોડોની ટેક્ષચોરી ઝડપાઇઃ અમદાવાદ વડી કચેરી સાંજે ખાસ જાહેરાત કરશે

રાજકોટની ડોન્ગા બાયો ફયુઅલ સહીત ગઇકાલે અમદાવાદ-વાપી-વલસાડ-સુરેન્દ્રનગર-આણંદ-ક્ષેત્રમાં કુલ ૧૨ બાયો ડીઝલ એકમ ઉપર ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓની ટીમ ત્રાટકી હતીઃ તમામ સ્થળે નમુના લીધા પરંતુ આ ટીમો સાથે અમદાવાદ જીએસટીની ટીમો પણ ટેક્ષ ચોરી મામલે તપાસમાં જોડાયેલઃ બેયની તપાસમાં કરોડોની ટેક્ષચોરીનો મામલો ઉજાગર થયો છે. આ અંગે વડી કચેરી દ્વારા સાંજે ખાસ જાહેરાત કરાશે તેમ અધિકારીઓ જણાવી રહયા છે. રાજકોટના બંને હાઇ ેલેવલ અધિકારીઓ પાસે વીગતો ન હોવાના નિર્દેશો અપાયા છે. બાયો ડીઝલ પણ લાખોનું સીઝ થયું છે.

(3:46 pm IST)