Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતા વોર્ડ નં. ૧૩માં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ

રાજકોટ : આજે તા. ૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. શહેરમાં વોર્ડ નં. ૧૩ માં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ દ્વારા જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો, જેની સામે મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે હોસ્પિટલ પાસેથી રૂ. ૧૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા અને એસ.એસ.આઈ. વિશાલ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી જે તસ્વીરમાં દર્શાય છે.

(4:24 pm IST)