Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મોરબીના ઇ-ગ્રામ વીસીઇના પ્રશ્નોનું નિરાકરણ ન કરાય તો કામગીરીનો બહિષ્કારની ચીમકી : ડી.ડી.ઓ.ને આવેદન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧ :  મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી વીસીઈ વગર પગારે કમીશન પર કામ કરે છે સરકાર દ્વારા વીસીઈના હિત માટે પગલા ભરવા જોઈએ પરંતુ વીસીઈના હિત માટે કોઈ પગલા ભરાયા નથી અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવે તો કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે

 રજૂઆતમાં જણાવ્યું છે કેે  કોરોના મહામારીને કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના દ્યસારાને કારણે મગફળી રજીસ્ટ્રેશન અને ૩૭૦૦ કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વીસીઈ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે અગાઉ પીએમ કિશાન, કૃષિ સહાય, જન્મમરણ સહિતની એન્ટ્રી કરેલ હોય ૨ વર્ષ જેટલો સમય થયા છતાં હજુ સુધી ચુકવણું કરવામાં આવ્યું નથી છેલ્લા ૧૪ વર્ષથી કમીશન પર કામ કરતા હોય કમીશન વધવાને બદલે ઘટ્યું છે મોંદ્યવારીના સમયમાં કમીશન પર કામ કરવું પોસાય તેમ ના હોય જેથી પગાર આપવામાં આવતો ના હોય હાલત દયનીય છે. માંગણીઓ  છે કે વીમા કવચનો લાભ આપવામાં આવે, કમીશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવું, અને અગાઉ પીએમ કિશન, કૃષિ સહાય અને જન્મમરણ સહિતની એન્ટ્રીનું ચુકવણું તાત્કાલિક કરવા માંગ કરી છે.

પેટા ચુંટણીની આચારસંહિતા

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ મુરલીક્રિષ્નાની યાદીમાં જણાવ્યું છે કે રાજયની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરાઈ છે જેથી ભારતના ચુંટણી આયોગની સુચના અન્વયે પેટા ચુંટણી હેઠળના મત વિસ્તાર સિવાયના તે જીલ્લાના બાકી ભાગમાં વિકાસના કામો કરવામાં કે રાહત કાર્યો કરવામાં આચારસંહિતા બાધરૂપ રહેશે નહિ પેટા ચુંટણી હેઠળના મત વિસ્તાર સિવાયના જીલ્લાના બાકીના ભાગમાં વિકાસ કામો અને રાહત કામો આચારસંહિતા દરમિયાન પણ ચાલુ રાખી શકાશે જીલ્લાના જે ભાગમાં ચુંટણી યોજાવાની નથી તે ભાગમાં ચુંટણી સાથે સંકળાયેલ હોય તે સિવાયના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી બાબતે આચારસંહિતા બાદ્યરૂપ બનશે નહિ

 જોકે ભારતના ચુંટણી આયોગની આદર્શ આચારસંહિતા સંબંધી સૂચનાઓ જેવી કે મંત્રીઓના પ્રવાસ, વાહનો, સરકારી ખર્ચે જાહેરાત, ઉધ્દ્યાટન સમારોહ/ સરકારી સમારોહ, સરકારી અતિથી ગૃહનો ઉપયોગ, નવી યોજનાની જાહેરાત અને ઉપર દર્શાવ્યા સિવાયની આદર્શ આચાર સંહિતા અંગેની તમામ સૂચનાઓ વિધાનસભા મત વિસ્તાર જયાં સ્થિત છે તે સમગ્ર મોરબી જિલ્લાને લાગુ પડશે તેમ યાદીમાં જણાવાયુ છે.

સિરામિક ઉદ્યોગપતિઓ માટે ઓનલાઇન વેબિનાર

મોરબી સિરામિક એસો દ્વારા ફોરેક્ષ રિસ્ક મેનેજમેન્ટ, બિયોન્ડ પેન્ડેમિક ટાઈમ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચુનીટીઝ અંગે તા. ૦૮ના રોજ સાંજે ૦૪ :ૅં ૩૦ થી ૦૬ કલાકે ઓનલાઈન ફ્રી સેમીનારનું આયોજન કરાયું છે જેમાં વકતા તરીકે સેજલ ગુપ્તા તેમજ સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલ માર્ગદર્શન આપશે

ઓનલાઈનમાં ફોરેનથી આવતા પેમેન્ટમાં વધુ સારો ભાવ કેવી રીતે મેળવી સકાય, રિસ્ક દ્યટાડવા માટે શું કરવું જોઈએ ? અને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરી સકાય સહિતના વિષય પર સચોટ માર્ગદર્શન આપવામાં આવશે વેબિનારનો લાભ લેવા https://bit.ly/3kOpbU6 લીંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવી સકાય છે મર્યાદિત સંખ્યામાં જ ઉદ્યોગપતિઓ લાભ લઇ સકે તેમ હોય જેથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે.

સંસ્કૃત સંભાષણ વર્ગનો સાંજે ઓનલાઇન સમાપન

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તાલુકા ઓનલાઈન સંસ્કૃત સંભાષણ વર્ગનો સમાપન સમારોહ તા. ૦૧ ને ગુરુવારે સાંજે યોજાશે જે કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ભકત નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય જુનાગઢના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી અને મુખ્ય અતિથી તરીકે શાસ્ત્રી વિપુલભાઈ શુકલ ઉપસ્થિત રહેશે

 કાર્યક્રમના મુખ્ય સંચાલક તરીકે હિરેનભાઈ રાવલ, શ્રદ્ઘાબેન રાવલ તેમજ વર્ગના શિક્ષકો અને સહ શિક્ષકોમાં ક્રિષ્નાબેન ઇઢાંરિયા, મુકેશભાઈ ઈઢાંરીયા, દીનાબેન ભટ્ટ, પાયલબેન ભટ્ટ તેમજ જનપદ સંયોજક તરીકે કિશોરભાઈ શુકલ અને સૂત્ર સંચાલન ઉષાબેન અને કૃપાનીબહેન કરશે.

(11:07 am IST)