Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હળવદમાં ડીજીટલ માધ્યમ થકી ડાન્સીંગ સિંગીગ અને એકટીંગની સ્પર્ધા

હળવદ : હળવદૅં તક્ષશિલા સ્કુલ દ્વારા ઓલ ઈન્ડિયા ડાન્સિંગ, સિંગિંગ અને એકિટંગની ઓનલાઈન સ્પર્ધા યોજવામા આવી હતી જેમાં ઓડિશન રાઉન્ડમાં મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્યિમ બંગાળ વગેરે રાજયો માંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુટ્યુબમાં અપલોડ કરીને એન્ટ્રી મોકલવાના ઓડિશન રાઉન્ડમાથી ફાઈનલ માટે એકોતેર જેટલા સ્પર્ધકોએ પોતાનું કૌવત દેખાડ્યું . ડાન્સ સ્પર્ધામાં સુરતની ડાન્સર ઈડરિયા તૃષ્ટિ સત્યેન્દ્રભાઈએ તમામ એઈજ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે પ્રાથમિક કેટેગરીમા પડસુબિંયા નિસર્ગ, કાવ્યા રાવલ, કૈલા પિનાક અને જજીસ પેનલમાં ઉર્વશી પરમાર, સિણોજીયા મિરલે પ્રથમ નંબર મેળવ્યો હતો. માધ્યમિક કેટેગરીમા ઝાલોડિયા અક્ષુ, પારધી ચાંદની, અમાન ઠાકોર, ભડિંગજી હિરેને ફર્સ્ટ રેન્ક મેળવેલ. તેવી જ રીતે ગાયન સ્પર્ધામાં જુનિયર કેટેગરીમાં સિણોજીયા સૌમ્ય, પટેલ વેદ, પટેલ અંશ, અદ્યારા શ્રેય, પટેલ તીર્થ દવે રામદેવે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું . જયારે સિનિયર કેટેગરીમાં બ્રહમભટ કરણરાજ, સુરાણી કિર્તન, ચાવડા ક્રિષ્ના અને રામાનુજ ભૂમિએ ખિતાબ જીત્યો હતો. એકિટંગ સ્પર્ધામાં રાજપરા ચેલ્સી અને ચાપાણી રુત્વીએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો . વિજેતા તમામ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ અને રેન્કર ટ્રોફી એનાયત કરવામાં આવશે. (તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(11:11 am IST)