Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેવભુમિ દ્વારકા જિલ્લામાં વી.સી. હડતાલ ઉપર ઉતરી ગયાઃ મગફળીના રજીસ્ટ્રેશનમાં ભારે ધસારો

સોશ્યલ ડીસ્ટન્સીંગના ધજાગરાઃ ધાંધલ ધમાલ વચ્ચે પોલીસ બોલાવવી પડી

દેવભુમી દ્વારકા : ગુજરાત સરકાર દ્વારા મગફળીની  ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના પ્રથમ દિવસે જ તમામ માર્કેટીંગ યાર્ડો તથા ગ્રામ પંચાયતોમાં વી.સી. દ્વારા રજિસ્ટ્રેશન થવાનું હતુ. પરંતુ ગ્રામ્યના તમામ વી.સી. આજે પ્રથમ દિવસે જ સામુહિક હડતાલ ઉપર જતા ગામડામાં કામગીરી ના થઇ શકે તેમ હોય તથા વહેલો તે પહેલાના ધોરણ હોય ભાટીયા ખંભાળિયા તથા ભાણવડ ત્રણેય માર્કેટીંગ યાર્ડોમાં ખેડુતો ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા માટે હજારોની સંખ્યામાં ઉમટતા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જેવી સ્થિતિ થઇ હતી તો અનેક સ્થળે પોલીસ બોલાવવી પડી હતી તથા કતારોમાં લોકો ઉભા હતા.

એક બાજુ દેવભુમિ જિલ્લો મગફળીની વરસાદથી થતાં નુકસાનમાં માંગણી કરવામાં આવી પ્રથમ છે. ત્યારે ઉત્પાદનમાં પણ પ્રથમ હોય તેવી વિરોધી બાબતની જેમ હજારો ખેડુતો ઉમટતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી તો યાર્ડ તરફ જતાં રસ્તાઓ પર વાહનોની કતારોથી અડધી કલાકનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(12:44 pm IST)