Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાણાવાવમાં ર સ્થળે દરોડામાં ૬૭ હજારનો દારૂ ઝડપાયો : પ શખ્સો સામે ગુન્હો

પોરબંદર, તા. ૧ :  રાણાવાવમાં બે સ્થળે દરોડામાં પોરબંદર એલ.સી.બી.એ કુલ ૬૭ હજારના દારૂ સાથે પાંચ શખ્સોને પકડીને ગુન્હો નોંધ્યો છે.

રાણાવાવ વિસ્તારમાથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની દ્વારા  જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવે  ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી.પો.સ્ટાફ સાથે ઓફીસ ખાતે હાજર હતા તે દરમ્યાન  એચસી ગોવિંદભાઇ મકવાણા ને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે આરોપી (૧) દિલીપ પોપટભાઇ મોરી ઉ.વ-૨૦, રહે, રેલ્વે ફાટક પાસે, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે, તા.રાણાવાવ, જી.પોરબંદર રહેણાંક મકાન પાછળ વાડામાંથી ગે.કા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫૩૨૫/- તથા મો.ફોન-૦૧, કિ.રૂ.૫,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીદ્યેલ બજાજ કંપનીનું પ્લસર જેના રજી. નં. જીજે-૦૧-એસએમ-પ૩૧૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૫૫,૩૨૫/-નો મુદામાલ રાખી મળી આવી અને સદર દારૂનો જથ્થો આરોપી નં.(૧) દિલીપ અને (૨) લખમણ બોદ્યાભાઇ ઉલવા રહે, મુળ બળેજ ગામ, હાલ રહે, રેલ્વે ફાટક પાસે, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાસે, તા.રાણાવાવનાઓએ આરોપી નં. (૩)વીરા ભાયાભાઇ કોડીયાતર રહે, રાણપર ગામ, તા.ભાણવડ પાસેથી વેચાતો મંગાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. 

બીજા દરોડામાં રાણાવાવ વિસ્તારમાથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૪૨,૨૪૦/-નો જથ્થો  પોરબંદર એલ.સી.બી પકડી પાડો હતો.

રાણાવાવ, સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી પાછળ, ભથવારી માતાજીના મંદિર તરફ જતા રસ્તે આરોપી (૧) રામા ઉર્ફે કાલો દેવાભાઇ મોરી, ઉ.વ-૨૩, રહે, રાણપર ગામ, રબારીકેડા, તા.ભાણવડ, કબ્જામાથી ગે.કા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૪૨,૨૪૦/- તથા મો.ફોન-૦૩, કિ.રૂ.૬,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીદ્યેલ સ્વીફટ ફોરવીલ કાર રજી. નુ. જીજે-૦ર-બીએચ-૩૬૯૭ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૮,૨૪૦/-નો મુદામાલ રાખી મળી આવી અને સદર દારૂનો જથ્થો આરોપી (૨) વીરા ભાયાભાઇ કોડીયાતર, રહે, રાણપર ગામ, તા.ભાણવડ, જી. દેવભુમિ દ્રારકા વાળા પાસેથી વેચાણ લાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ  છે. 

આ દરોડા કામગીરીમાં પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એએસઆઇ રમેશભાઇ જાદવ,બટુકભાઇ વિંઝુડા, તથા  એચસી સલીમભાઇ પઠણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા,સુરેશભાઇ નકુમ, કોન્સ્ટેલ દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(12:50 pm IST)