Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગાંધીધામમાં ૩ લાખનું પામ ઓઇલ પકડાયુ

ભુજ તા. ૧ : બોર્ડર રેન્જ આઇ.જી.પી.જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ મયુર પાટીલ તરફથી જિલ્લામાં બનતા ચોરીના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી.ની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હકીકત મળેલ કે જયેશ ઉર્ફે જેઠાભાઇ રામજીભાઇ વરચંદ રહે. ગુરૂકૃપા સોસાયટી, ગળપાદર તા.ગાંધીધામવાળો ગે.કા.રીતે ચોરી અને છળકપટથી મેળવેલ પામ ઓઇલનો જથ્થો અંબિકાનગર શાંતીધામ વરસામેડી સીમ તા.અંજાર વાળા પ્લોટ પર રાખેલ છે.

જે આધારે રેઇડ કરતા બિલ તથા આધાર પુરાવા વગરનો પામઓઇલ જથ્થો તથા વાહન તેમજ ઇસમ સાથે મળી આવતા મુદ્દામાલ સાથે સીઆરપી.સી.ક.૧૦ર, ૪૧ (૧) ડી તળે પામ ઓઇલનો જથ્થો આશરે લી. ૬૦૦૦ કિ. રૂ.૩,૦૦,૦૦૦/- ટ્રક કન્ટેનર નં. જીજે-૧ર-ડબલ્યુ-૭૪ર૧ વાળા કન્ટેનરમાં મુકેલ ટેન્ક સહિત કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- કુલે કિ. રૂ. ૧૩,૦૦,૦૦૦/ નો કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.તથા એલ.સી.બી.સ્ટાફ જોડાયેલ હતો.

(2:33 pm IST)