Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જૂનાગઢના માજી સાંસદ દિનુભાઈ સોલંકીના કામચલાઉ જામીન મંજૂર

ગુજરાત હાઈકોર્ટે આજે જૂનાગઢના સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીને ટેમ્પરરી જામીન મંજૂર કર્યા છે : તેમને આરટીઆઈ એકટીવીસ્ટ કાર્યકર્તા અમીત જેઠવાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે : કોરોનાને લીધે તેમના ભત્રીજાનું મૃત્યુ થતા તેની વિધિમાં હાજરી આપવા કામચલાઉ જામીન મંજૂર કરાયા છે : જો કે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવે તો જ તેમને જેલ બહાર લાવવાનું પણ અદાલતે કહ્યુ છે : જો તેમને કોવિડ પોઝીટીવ આવે તો તેમના ભત્રીજાના મૃત્યુ પછીની વિધિઓ વિડીયો કોલથી જોવાની રહેશે

(5:19 pm IST)