Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વડોદરાના માંજલપુરમાં ગટરના ઢાકણાંની ચોરી થયાનો ભેદ સીસીટીવીમાં કેદ થયો

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ઢાંકણા ચોરી થવાની બુમો ઉઠી છે ત્યારે આજે મંગળવારે તસ્કરો વધુ ઢાંકણાની ચોરી કરી જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

વડોદરામાં તસ્કરોએ માઝા મૂકી છે ત્યારે હવે ગટરના ઢાંકણા પણ બાકી રહ્યા નથી. માંજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ઢાંકણા ચોરી થવાની બૂમો ઊઠી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

છેલ્લા એક મહિનામાં તસ્કરો 80થી વધુ ગટરના અને વરસાદી કાંસના ઢાંકણાની ચોરી કરી નાસી છૂટતા સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીએ અગાઉ સભામાં રજૂઆત કરી પોલીસ ફરિયાદની પણ માંગ કરી હતી ત્યારે શિવમ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાંથી ફરી વખત ચાર ઢાંકણા ઓની ચોરી થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(6:01 pm IST)