Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટસ હવે રાત્રે 11 સુધી રહેશે ખુલ્લી :દુકાનોને સમયની પાબંદીમાંથી મુક્તિ

બાગ બગીચા પણ ખુલ્લા મુકાયા : કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરવા પર પાબંધી : શાળા-કોલેજો 30મી સુધી બંધ રહેશે ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિગ ચાલુ રાખી શકાશે : 21મીથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ બોલાવી શકાશે અને કંટેઇન્મેન્ટ ઝોન સિવાયના ધોરણ-9થી 2ના વિદ્યાર્થીઓ વાલીની મંજુરીથી શાળાએ જઈ શકશે :સાંસ્કૃતિક-ધાર્મિક,રાજકીય સમારોહમાં 100 લોકોની છૂટ : અનલોક -4ની જાહેરનામું

અમદાવાદ : કોરોના વાયરસને લઈને કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા બાદ આજે રાજ્ય સરકાર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સૌથી મોટી રાહત સરકારે દુકાનદારોને આપી છે. હવેથી રાજ્યમાં દુકાનદારો સમયની પાબંદી વિના દુકાનો ખુલ્લી રાખી શકશે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 11 કલાક સુધી ખુલ્લા રહેશે. સાથે જ બાગ બગીચા પણ ખુલ્લા મુકવામાં આવ્યાછે

  રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરવા પર પાબંધી ફરમાવાઈ છે આ ઉપરાંત શાળા-કોલેજો 30મી સુધી બંધ રહેશે  જયારે ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિગ ચાલુ રાખી શકાશે આગામી તા, 21મીથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ બોલાવી શકાશે જયારે તા,21થી કંટેઇન્મેન્ટ ઝોન સિવાયના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાલીની મંજુરીથી શાળાએ શિક્ષકોના માર્ગદર્શન માટે જઈ શકશે

આગામી તા,21મિથી સાંસ્કૃતિક,ધાર્મિક અને સામાજિક કે રાજકીય સમારોહ માટે 100 લોકોની મર્યાદામાં છૂટ અપાઈ છે જોકે લગ્નસમારોહ માટે 50 લોકો અને અંતિમવિધિ માટે 20 લોકોની મર્યાદા તા, 20 સુધી યથાવત રાખી છે

(8:27 pm IST)