Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સરદાર સરોવર ડેમ (નર્મદા) ઓવરફલો થતા છોડાયેલ પાણીએ અનેક ગામોમાં સર્જી તારાજીઃ પાંચ ગામમાં ર૦ ફુટ સુધી પાણી ભરાતા ખેતરો નદી તળાવ જેવા દેખાવા લાગ્યા

પાંચ ગામો બેટમાં ફેરવાતા તમામ ખેતી-પશુપાલનના વ્યવસાય પર નભતા લોકો બેકારીમાં સપડાયાઃ આવશ્યક જરૂરી સેવા માટે બોટનો સહારો લેવો પડે છે

રાજપીપળાઃ સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થતા ડેમના નિચાણવાળા પાંચ ગામોમાં ભારે તારાજી સર્જાય હોવાનું બહાર આવેલછે. ગ્રામજનો ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામેલ છે.

સરદાર સરોવર નર્મદા બંધ (Sardar Sarovar Dam)માંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

નદી કાંઠાના ગામોની પરીસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. પાણી છોડાતા નર્મદા જિલ્લાના 5 ગામો હાલ બેટમાં ફેરવાયા છે.વાંદરીયા, તરસાલ, રામપુરી, સોઢલીયા ગામ બેટમાં ફેવાયા છે.

ત્યાં ફસાયેલા ગ્રામજનો જીવન જરૂરી વસ્તુઓ માટે બે હોડકા બોટની સગવડ કરી કામ ચલાવી રહ્યા છે.

શહેરાવ ગામમાં 2500થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.

ગામની આજુ બાજુના ગામો પણ બેટમાં ફેરવાતા એક ગામમાંથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે આરોગ્યની સેવાઓ માટે બોટના સહારે ગ્રામજનો બહાર જઈ રહ્યા છે.

આજે આ ગામો બોટમાં ફેરવાયા ને પાંચમો દિવસ થયો ગામની 80 ટકા ખેતી પાણી તરબોળ થઈ ગઈ છે.

નર્મદા બંધમાંથી ઓછું થાય અને પાણી ઓસરે તો વાહન વ્યવહાર ચાલુ થાય એમ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં બધુ બંધ હતું ત્યારે ખેડૂતોના કેળા અને કપાસ કોઈ લેવા તૈયાર ન્હોતું.

દેવુ કરી કરીને નવો પાક ઉગાડી જૂનું દેવું ઉતારવાને લઈને રાત દિવસ મહેનત કરતો ખેડૂતની હાલત હાલ પહેલા કરતા પણ બત્તર થઈ ગઈ છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 133.04 મીટરે પહોંચી છે.

ડેમના ઉપરવાસમાંથી 12,57,946 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,

તો ડેમના ગેટ દ્રારા અને પાવરહાઉસ દ્રારા નદીમાં પાણીની જાવક 9,95,553 ક્યુસેક મળી કુલ જાવક 10,14,267 ક્યુસેક છે.

(10:08 pm IST)