Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદના વસ્‍ત્રાપુરની વિચિત્ર ઘટના બેંક મેનેજરના પ‌ત્‍નિએ મોર્ડન લાઇફ ટાઇલ અપનાવી છેવટે કંટાળાજનક લાગતા મૃત્‍યુ સાથે બાય ભીડી

સ્‍યુસાઇડ નોટમાં મનીષાબહેને જણાવેલ છે કે ધાર્મિક વૃતીવાળા લોકોને મોર્ડન લાઇફ સ્‍ટાઇલ અનુકુળ આવતી નથી : મોત બદલ કોઇને જવાબદાર ન ઠેરવવા પણ નોંધ્‍યું છે

અમદાવાદઃ આજનો યુવાવર્ગ આધુનિક જીવનશૈલી માટે ટેવાઇ ગયો છે. છતાં કેટલાક લોકોને ખાસ કરીને વધારે ધાર્મિકવૃત્તિવાળા લોકોને આવું જીવન માફક આવતુ નથી. તેથી તેઓ અંતિમ પગલું ભરી નાંખે છે. અમદાવાદના વસ્ત્રાપુરના કાસાવ્યોમ એપાર્ટમેન્ટમાં મોર્ડન લાઈફ સ્ટાઈલથી પરેશાન બેંક મેનેજરના 47 વર્ષીય પત્ની મનીષાબહેને ગળે ફાંસો ખાઈ મંગળવારે જીવનલીલા સંકેલી લીધી.

ધાર્મિકવૃત્તિના મનીષાબહેનએ લખેલી સ્યુસાઇડ નોટ પોલીસને મળી છે. જેમાં લખ્યું છે કે,

વસ્ત્રાપુર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં સરકારી વસાહત પાસે આવેલા વૈભવી કાસાવ્યોમ એપાર્ટમેન્ટમાં રહેતાં રાકેશકુમાર પંચારિયા બેંક ઓફ ઇન્ડિયાની એલિસબ્રિજ ખાતેની સર્વિસ બ્રાન્ચમાં સિનિયર મેનેજર તરીકે છેલ્લા 10 મહિનાથી ફરજ બજાવે છે. રાકેશભાઈના પરિવારમાં 47 વર્ષીય પત્ની મનીષાબહેન અને 19 વર્ષીય પુત્રી શ્રેયા છે.

મંગળવારે સવારે પુત્રીની કહી રુમમાં પૂજા કરવા ગયા અને….

શુક્રવારે સવારે રાકેશભાઈ ઓફિસે ગયા હતા. જ્યારે મનીષાબહેન અને શ્રેયા ઘરે એકલાં હતા.સવારે  મનીષાબહેનએ શ્રેયાને કહ્યું, હું પૂજા કરવા બેસું છું. મને ડિસ્ટર્બ ના કરતી. બાદમાં તેઓ પૂજા રૂમમાં ગયા હતા. સવારે 10 થી બપોરે 2 વાગ્યાના ચાર કલાક સુધી માતા પૂજારૂમમાંથી બહાર ના આવતા શ્રેયાએ તપાસ કરી હતી.

પૂજારૂમમાંથી મનીષાબહેને શ્રેયાને કોઈ જવાબ પણ આપ્યો નહોતો. આથી શ્રેયાએ ચાવીથી પૂજારૂમનો દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ હતી. મનીષાબહેને પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પુત્રી શ્રેયાએ બનાવની જાણ તેના પિતા રાકેશભાઈને કરી હતી.

બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં મૃતક મનીષાબહેનએ લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે મનીષાબહેન ધાર્મિકવૃત્તિના હતા. તેઓએ સ્યુસાઇડ નોટમાં મોર્ડન લાઈફસ્ટાઈલ અનુકૂળ ના આવતી હોવાનું અને પોતાનો સમય હવે પૂરો થયો તેમ લખ્યું છે. પોતાના મૃત્યુ માટે કોઈ જવાબદાર ન હોવાનું લખાણ તેમની સ્યુસાઇડ નોટમાં છે.

(8:50 am IST)