Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નર્મદા જિલ્લાનામાં ૬ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૪ દર્દી નોંધાયા

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના દોલતબજાર માં ૦૩ , આદિત્ય ૦૧, નવાપરા ૦૧ , પંચવટી સોસા. ૦૧ તેમજ નાંદોદ ના ભદામ ગામે ૦૨ કરાઠા ૦૧, ધમણાચા ૦૧, નિકોલી ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની- ૦૩ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૪ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૨ દર્દીઓ દાખલ છે. આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૫૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૪૨ પર પહોચ્યો છે.આજે વધુ ૫૬૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:47 pm IST)