Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મહેસાણામાં હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં ખુંખાર દીપડો જોવા મળતા કુતુહલ મચી જવા પામ્યો

મહેસાણા: શહેરથી અમદાવાદ હાઈવે પર આવેલ ચડાસણા ગામના પાટીયા નજીક રોડની સાઈડમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલ એક ખુંખાર દિપડો પડેલો જોવા મળતાં ઘટનાસ્થળે કુતુહલવશ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.જયારે ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમે દોડી આવી હતી. જેમાં તંત્રની પ્રાથમિક તપાસમાં રાત્રીના સુમારે એજાણ્યા વાહનની ટક્કરે આ દિપડાના બચ્ચાનું મોત થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. જોકે,પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

નંદાસણથી રાજપુર ગામ વચ્ચે હાઈવે ઉપર આવેલ ચડાસણા ગામના પાટીયા નજીક રોડ ઉપર રવિવારે એક દિપડો મૃત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. જેના લીધે આ દિપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા. જયારે ઘટનાની જાણ થતાં કડી વાઈલ્ડ લાઈફના આરએફઓ એસ.કે.પટેલવન વિભાગના અધિકારી આઈ.વાય.બહેલીમ તેમજ પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ આશરે દોઢથી બે વર્ષની વય ધરાવતા આ દિપડાનું મોત રાત્રીના સુમારે રોડ ઉપર ભુલથી નીકળી જતાં અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઈજાઓ થવાના કારણે થયું હોવાનું અનુમાન છે.કેમકે તેના નખ અને દાત સહિ સલામત  હતા જયારે રોડ ઉપર લોહીના ડાઘ જોવા ળ્યા હતા.વળીમૃત હાલતમાં મળી આવેલ દિપડો બચ્ચું હોવાથી તેની સાથે તેની માતા અને અન્ય બાળ દિપડા પણ આ વિસ્તારમાં વિહાર કરતી વખતે એક બચ્ચુ તેમનાથી છુટુ પડીને રોડ તરફ જતું રહેતા  તેની સાથે ઘટના બની હોવાનું ં લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.મૃત દિપડાનું પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે.વન વિભાગ અને પોલીસની જુદી જુદી ત્રણ ટીમો બનાવીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:33 pm IST)