Gujarati News

Gujarati News

દારૂ પીવાના ગુનામાં ૬ મહિનાની સજા તો બહુ આકરી કહેવાય : કોર્ટ: દારૂ પીવો એટલો પણ ગંભીર ગુનો નથી કે તેના માટે ૬ મહિનાની જેલ કરવામાં આવે તેમ જણાવીને ગાંધીનગર સેશન કોર્ટે આરોપીની ૬ મહિનાની જેલની સજા ઘટાડીને ૨૫ દિવસની કરી નાખી :કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો પણ ગુનેગારની સજા દ્યટાડી નાખતા કહ્યું કે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથીઃ કોર્ટે ચુકાદામાં કહ્યું કે આવા સમાન્ય ગુનામાં આરોપીને એટલી લાંબી જેલ ન થવી જોઈએ કે તે ગુનેગારો સાથે વધુ સંપર્કમાં રહેઃ કોર્ટે ચિંતા દર્શાવતા કહ્યું કે વધુ સમય જેલમાં અન્ય ગુનેગારોના સંપર્કમાં ઘણીવાર વ્યકિત વધુ મોટા ગુના માટે આકર્ષાઈ શકે છે access_time 4:10 pm IST