Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમેરિકામાં ગેરકાયદે ઘુસતા વિદેશીઓમાં ભારત દેશ પાંચમા ક્રમે : એજ્યુકેશન વિઝાના નામે ચાલતી લૂંટ : પંજાબ અને હરિયાણાના નાગરિકો એજન્ટની બનાવટનો વધુ ભોગ બની રહ્યા હોવાના અહેવાલો

ન્યુદિલ્હી : ભારતીયોનું  અમેરિકા જવાનું સપનું  ઘણી વખત મોટી છેતરપિંડીનો ભોગ બને છે.લેભાગુ એજન્ટો એજ્યુકેશન વિઝા અપાવી દેવાના બહાને 20 થી 30 લાખ રૂપિયા લઈને અરજદારને અમેરિકા મોકલી દેવાનું સપનું બતાવે છે.પરંતુ ત્યારપછી તેના વિઝા રદ થઇ ગયા હોવાનું જણાવી ગેરકાયદે રીતે મેક્સિકો ,ગુએટનામ ,સહિતના રસ્તે મોકલે છે. જ્યાં મોટા ભાગના પકડાઈ જાય છે. થોડા લોકો ઘુસવામા સફળ થાય છે.
            આ નાગરિકોમાં પંજાબ તથા હરિયાણાના નાગરિકોની સંખ્યા વધુ હોય છે.ત્રીજા ક્રમે હિમાચલ પ્રદેશના નાગરિકો ભોગ બનતા હોવાનું જાણવા મળે છે.
યુ.એસ.કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અહેવાલ મુજબ 2016  સાલમાં 3,668 ,2017 માં 3,135 ,તથા 2018 ની સાલમાં 9,234 ભારતીય નાગરિકો  ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા હતા.

(9:10 pm IST)