Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દગાબાજ ચીને લડાખમાં ૧૦૦૦ ચો.કિ.મી.નો વિસ્તાર પચાવી પાડયો

લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ - LAC સાથેનો લડાખનો વિસ્તાર ચીનના કબ્જામાં : ઇન્ટેલીજન્સ ઇનપુટ સનસનાટી મચાવે છે : એપ્રિલથી ચીન વાસ્તવિક રેખા પર સૈન્ય જમાવટ કરી રહ્યું હતું : દેપસંગમાં ૯૦૦ કિમી ઉપરાંત ગલવાન, હોટ સ્પ્રીંગ એરીયા, પેંગ્ગોંગ, ચુસુલમાં પણ ચીનનો પગપેસારો

નવી દિલ્હી તા. ૧ : લદ્દાખમાં એલએસી આસપાસનો લગભગ ૧૦૦૦ ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર અત્યારે ચીનના કબજામાં હોવાનું કેન્દ્રને મોકલાયેલ ઇન્ટેલીજન્સ રિપોર્ટમાં કહેવાયું છે.

ચીન એપ્રિલ - મેથી પોતાનું સૈન્ય બળ એલએસી આસપાસ વધારતું રહ્યું છે. ૧૫ જૂને ગલવાન ઘાટીમાં ચીની સૈન્ય અને ભારતીય સેના વચ્ચેની અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ પણ થયા હતા.

એક ઉચ્ચ સરકારી અધિકારીએ 'હિંદુ' અખબારને કહ્યું હતું કે ડેસ્પાંગના મેદાનથી ચુસુલ સુધીમાં એલએસી આસપાસ ચીની સૈન્યની સીસ્ટેમેટીક હેરફેર થઇ રહી છે. તેમણે કહ્યું કે, ડેસ્પાંગના મેદખી વિસ્તારના પેટ્રોલીંગ પોઇન્ટ ૧૦-૧૩ આસપાસની એલએસી આજુબાજુ ચીની સૈન્યએ લગભગ ૯૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબ્જો જમાવ્યો છે.

આ અધિકારી અનુસાર આ ઉપરાંત ગલવાન ઘાટીમાં ૨૦ ચોરસ કિ.મી. અને હોટ સ્પ્રીંગ વિસ્તારમાં ૧૨ ચોરસ કિ.મી. વિસ્તાર પર પણ ચીનનો કબજો છે. જ્યારે પાનગોંગ ત્સો વિસ્તારમાં ૬૫ ચો.કિ.મી. વિસ્તાર અને ચુશુલમાં ૨૦ ચો.કિ.મી. વિસ્તાર ચીને કબ્જે કર્યો છે.

(11:17 am IST)