Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સપ્ટેમ્બર માટે ખાંડનો માસિક વેચાણ ક્વોટા ૧.૫૦ લાખ ટન વધારી ૨૨ લાખ ટન જાહેર

નવી દિલ્હી : સરકારે તહેવારોની ગણતરી માંડીને સપ્ટેમ્બર મહિના માટે ખાંડનો માસિક વેચાણ ક્વોટા ૧.૫૦ લાખ ટન વધારીને ૨૨ લાખટન જાહેર કર્યો હતો. નવરાત્રી અને દશેરા તહેવારો આ વર્ષે અધિક માસને કારણે ઓક્ટોબરમાં આવતા હોવાથી સપ્ટેમ્બરના સિઝન અંતના મહિનામાં બજારમાં માલબોજાની સ્થિતિ જોવા મળે એવી શક્યતા વધુ છે એમ બજારના સુત્રોએ જણાવ્યુ હતું.

ઓગસ્ટ-૨૦ના મહિનામાં પણ ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી, રક્ષાબંધન તહેવારો સામાન્ય રીતે ઘરઘરાઉ ઉજવાયા હોવાથી ૨૦.૫૦ લાખ ટનનો માસિક ક્વોટાં બજાર ઉપર હાવી રહ્યો હતો. હાજરથી માંડીને મિલોના ટેન્ડર સુધીના ભાવ છેલ્લાં વીસેક દિવસથી એક મથાળે રૂ.૫થી રૂ.૧૦ની વધઘટે અથડાયેલા જોવા મળ્યા હતા.

(12:50 pm IST)