Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

હવે મળશે 'મોદી ઈડલી': તમિલનાડુના સેલમમાં ખાઈ શકશો ૧૦ રૂપિયામાં ૪ નંગ

દરરોજ ૪૦ હજાર નંગ ઈડલી બનાવી તેને ૨૨ દુકાનો પર સસ્તા ભાવે વેચવામાં આવશે

ચેન્નઈ, તા.૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતાને ધ્યાને લઈ તમિલનાડુના સેલમમાં 'મોદી ઈડલી' રજૂ કરવામાં આવી રહી છે. સેલમમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ થશે. ત્યારબાદ તેનું વેચાણ કેવું રહે છે તે જોયા બાદ દુકાનો વધારવામાં આવશે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નામની મોદી ઈડલી વેચવાની તૈયારી તમિલનાડુના સેલમ શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ચાલી રહી છે. શહેરમાં દરેક સ્થળે તેના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે.

 સેલમમાં ઉપલબ્ધ થનારી મોદી ઈડલીનો ભાવ ૧૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. ૧૦ રૂપિયામાં લોકોને ૪ નંગ ઈડલી આપવામાં આવશે. તેની સાથે સાંભર પણ મળશે. શહેરમાં પહેલા ૨૨ દુકાનો પર આ ઉપલબ્ધ હશે. ત્યારબાદ તેના વેચાણના હિસાબથી દુકાનો વધારવામાં આવશે.

 તમિલનાડુના સેલમમાં મોદી ઈડલી વેચવાનો વિચાર રાજયના બીજેપી નેતા મહેશનો છે. તેઓએ શહેરમાં તેના પોસ્ટર પણ લગાવી દીધા છે. પોસ્ટરમાં લખ્યું છે, મહેશ પ્રસ્તુત કરે છે મોદી ઈડલી. ૧૦ રૂપિયામાં ૪ નંગ. સાંભરની સાથે. આ ઈડલીને અત્યાધુનિક કિચન ઉપકરણોથી બનાવવામાં આવશે.

PM મોદીના નામની મોદી ઈડલી વિશે જાણકારી આપવામાં આવી છે કે પહેલા તેને બનાવવા સંબંધી તૈયારી પૂરી કરવામાં આવી છે. રોજ લગભગ ૪૦ હજાર ઈડલી બનાવવામાં આવશે. મોદી ઈડલીનું વેચાણ આવતા સપ્તાહથી શરૂ થઈ શકે છે.

(1:00 pm IST)