Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આજથી અનેક મોટા પરિવર્તન : બદલાઈ ગયા છે નિયમો : ખિસ્સા પર પડશે સીધી અસર

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર : લોન મોરેટિયમનો નહિ મળે લાભ : જીએસટી ચુકવણી, હવાઈ મુસાફરી અને કિશાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી: આજથી દેશમાં અનેક મોટા પરિવર્તન થયા છે આ પરિવર્તનની સીધી અસર જીવન પર પડશે. આ નવા નિયમોથી એક તરફ જ્યાં રાહત મળશે, તો બીજી તરફ કેટલીક બાબતોનું ધ્યાન નહી રાખવા પર આર્થિક નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે.

જેમાં અનલૉક-4ની ગાઈડલાઈન, લોન EMI, ગેસ સિલિન્ડરની કિંમત, GST ચૂકવણી, હવાઈ મુસાફરી, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે સાથે સંકળાયેલા નિયમો સામેલ છે. તો ચાલો અમે તેમને આવા જ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે વિગતવાર જણાવીએ…

દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. 1 ઓગસ્ટે LPGની કિંમતોમાં માત્ર કોલકતામાં જ ફેરફાર થયો હતો. જ્યારે સબસિડી વિનાના રાંધણ ગેસની કિંમત વધીને 621 રૂપિયા કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીમાં 14 KG LPG સિલિન્ડરની કિંમ 594 રૂપિયા, મુંબઈમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610.50 રૂપિયા પર સ્થિત રહી હતી.

RBI દ્વારા જાહેર લોન મોરેટોરિયમ એટલે કે EMI પર રોકની મુદ્દત 31-ઓગસ્ટે સમાપ્ત થવા જઈ રહી છે. લોકડાઉન દરમિયાન લોનધારકોને પૈસાની કમીથી રાહત આપવા માટે RBI તરફથી લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી.આ સુવિધા પ્રથમ 3 મહિના માટે જ હતી. જો કે બાદમાં તેને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી. એટલે કે હવે 6 મહિના સુધી મોરેટોરિયમની રાહત 31 ઓગસ્ટે સમાપ્ત થવા જઈ રહી છે.

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચૂકવણીમાં વિલંબ કરવાની સ્થિતિમાં આજથી ટેક્સ પર વ્યાજ લાગૂ થસે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગોએ GST ચૂકવણીમાં વિલંબ પર લગભગ 46 હજાર કરોડાના બાકી વ્યાજની વસૂલીના આદેશ પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્યાજ કુલ દેવા પર લગાવવામાં આવ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરો પાસેથી વધારાન ASF વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવાઈ મુસાફરી વધારે મોંઘી થઈ જશે. આગામી મહિનાથી ડોમેસ્ટિક ફ્લાઈટોના ASF તરીકે 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોને આજથી 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર ASF તરીકે ચૂકવવા પડશે.એરલાઈન કંપનીઓ ટિકિટ બુકિંગના સમયે ASF વસૂલ કરીને સરકારમાં જમા કરાવે છે. આ રકમનો ઉપયોગ સમગ્ર દેશમાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં કરવામાં આવે છે.

દેશમાં 8 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધારકો માટે આ એક મોટા સમાચાર છે. કિસાન ક્રેડિક કાર્ડ ધારકોને બેંકથી લેવામાં આવેલી લોન 31 ઓગસ્ટ સુધી પરત કરવાની છે. જો KCC ધારકોએ 31 ઓગસ્ટ સુધી લોન નહીં ચૂકવે, તો તેમને 4ની જગ્યાએ 7 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

ખેતી માટે વ્યાજદર આમ તો 9 ટકા જ છે, પરંતુ સરકાર તેમાં 2 ટકાની સબસિડી આપે છે. આ પ્રકારે તે 7 ટકા થાય છે. સમય પર પૈસા પરત કરવા પર 3 ટકાની વધારાની છૂટ મળી શકે છે. આ પ્રકારે ખેડૂતો માટે વ્યાજદર 4 ટકા રહી જાય છે.

દેશમાં 1 સપ્ટેમ્બરથી અનલૉક-4ની શરૂઆત થવા જઈ રહી છે. અનલૉક-4માં શું ખુલશે અને શું નહીં? તે વિશે ગૃહમંત્રાલય તરફથી સત્તાવાર ગાઈડલાઈન જાહેર થવાની બાકી છે. તેના જ આધાર પર રાજ્ય સરકારો પણ પોતાના રાજ્યમાં દિશા-નિર્દેશ જાહેર કરશે.

જો કે અનલૉક-4માં દિલ્હી મેટ્રોની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં મેટ્રો સેવાઓ માર્ચમાં લૉકડાઉન લાગૂ થયા બાદથી જ બંધ છે. જો કે દિલ્હીમાં હજુ સ્કૂલ અને કૉલેજ નહીં ખોલવામાં આવે.

(1:25 pm IST)