Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના સંક્રમણની ગતિ લાઇવ જોઇ શકાશે

IISC વૈજ્ઞાનિકોની નવી શોધ : એન્ટીવાયરલ દવાઓના વિકાસમાં તે મદદ મળી શકશે

નવી દિલ્હી તા. ૧ : ભારતીય વિજ્ઞાન સંસ્થાન IISCના વૈજ્ઞાનિકો દ્વારા સસંક્ર્મણ માટે એક નવું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં કોશિકાઓમાં સંક્રમણની ગતિ જોઈ શકાય તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજીની મદદથી શરીરની કોશિકાઓમાં સંક્રમણની ગતિ કયાં સુધી પહોંચી છે તે લાઈવ જોઈ શકાશે જેની તસવીરો સંક્ર્મણની ગતિ કેવી છે તેની ઉપર નજર રાખશે. આ સંશોધનનું નેતૃત્વ સાંભળતા IISCના સંક્રમણ શોધ વિભાગના વડા પ્રોફેસર શશાંક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હવે કોશિકાઓમાં વાયરસની ગતિ કેટલે સુધી પહોંચી છે તે જાણવા માટે એક ટેકિનકે વિકસાવવામાં આવી છે જેની મદદથી માનવ શરીરના કોષના ફોટા લેવામાં આવશેમ આ પ્રકારની શોધને વિશ્વ માટે અનેક રીતે મહત્વની માનવામાં આવે છે. સંક્ર્મીટ કોશોકાઓમાં પ્રોટીન કેવી રીતે બને છે કેવી રીતે તે આગળ વધે છે તે જોઈ શકાશે જેન માટે એક રિપોર્ટ કરાવવાનો રહેશે, આ મહત્વની શોધમાં અમેરિકા અને ઇટાલીના વૈજ્ઞાનિકોની સાથે IISCના એક વિદ્યાર્થીની પણ સાથે હતી. ઇન્ફલૂએન્ઝા એ ઙ્ગવાયરસ એ વાયરસનો એક સમૂહ છે જે ઙ્ગપક્ષીઓ સહીત અનેક સસ્તન ઙ્ગજીવમાં ફલૂ પેદા કરે છે. જેની સપાટી ઉપર ઇન્ફલૂએન્ઝા હેમગલગુટીનીન પ્રોટીન, કોષિકાઓને બાંધી રાખે છે. સંક્રમણની શરૂઆત થતા જ પ્રોટીનની અંદર એક રિપોર્ટર વાયરસ 'ટેટ્રા સિસ્ટિન'ને ટેગ કરે છે જે બાય -આર્સેનિક રંજકની ઉપસ્થિતિમાં પ્રદીપ્ત ઉત્પન્ન કરે છે અને માઇક્રોસ્કોપથી લાઈવ તેની તસ્વીર ઝડપી લેવામાં આવે છે. સંશોધનના વડા શશાંક ત્રિપાઠીએ જણાવ્યું કે શોધ ઇન્ફલૂએન્ઝા વાયરસ ઉપર થયું છે. કોર્ન વાયરસને પણ અહીં અભ્યાસ માટે આધાર તરીકે લેવામાં આવ્યો છે. આ અભ્યાસ અંતર્ગત એ વાત જાણવા મળી છે કે વાયરસ કોશિકાઓની અંદર જાય છે અથવા બહાર નીકળીને સંક્ર્મણ કરે છે તે વાત સંશોધનથી ખબર પડી છે એવામાં એન્ટી વાયરલ દવાઓના સંશોધન માટે પણ આ અભ્યાસ કામ આવી શકશે. ટિમ અત્યારે એ દવા વિકસાવવા માટે પણ કામ કરી રહી છે.

(2:42 pm IST)