Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આબે જાપાનના ઇતિહાસના મહાનતમ વડાપ્રધાન : ટ્રમ્પ

શીંજો આબે અને ટ્રમ્પ વચ્ચે લંબાણપૂર્વક ટેલીફોનીક વાતચીત થઇ

નવી દિલ્હી, તા.૧ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના ઇતિહાસમાં શિંજો આબેને મહાનતમ વડાપ્રધાન ગણાવેલ. વ્હાઇટ હાઉસે ફોન ઉપર બન્ને નેતાઓ વચ્ચે થયેલ વાતચીતની માહિતી આપી હતી.

વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ બંને નેતાઓએ માન્યુ કે તેમના સંબંધ અસાધારણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે રાત્રે આબે સાથે લંબાણથી વાત કરેલ. આબેના રાજીનામા બાદ બંને વચ્ચે પ્રથમવાર વાતચીત થયેલ. ટ્રમ્પે જણાવેલ કે આબેએ ખુબ જ સરસ કામ કર્યુ છે અને બન્ને દેશો વચ્ચે સંબંધ પહેલાથી સારા છે.

(2:49 pm IST)