Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

૧૯૬ર માં જયારે નહેરૂએ અમેરીકી એરફોર્સની મદદ ચાઇના સામે લડવા માંગી

યુ.એસ.તા.૧ :  ભૂતપૂર્વ CIA ઓફીસીયલ બ્રુસ રીએદલે પોતાની બુકમા઼ લખ્યું છે કે, ૧૯૬ર માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ તત્કાલીન યુ.એસ.પ્રેસીડેન્ટ જહોન એફ.કેનેડીને ચાઇના સાથેની ગરમા ગરમીમાં યુ.એસ.એરફોર્સની મદદ માંગી હતી. ત્યારના ઘટના ક્રમ અંગે બ્રુએ વર્ણવ્યું છે.

ગંભીર લશ્કરી સ્થિતિ

ચાઇનાના વાઇસ ફોરેન મીનીસ્ટર ઝાંગએ પોતાની નોટીસમાં લખ્યુ છે કે લશ્કરી તનાવ ગંભીર બન્યો છે. ભારત સ્થિતિને અન્ડરએસ્ટીમેટ કરી રહ્યું છે.

નહેરૂએ યુએસ એરફોર્સની  મદદ માંગી

રીએદલના કથન મુજબ નહેરૂએ યુ.એસ.એરફોર્સની ૧ર સ્કમોડ્રન્સ માંગી હતી. તીબેટ ઉપર ત્રાટકવા માટે બી-૪૭ બોમ્બર્સની બે ટુકડી અલગ.

આ પગલુએ વાત સ્પષ્ટ કહે છે કે દુશ્મન ચાઇના સાથેની લડાઇ માટે ભારત નબળુ હતું.

ચાઇના ભારત ઉપર પીડાદાયક પ્રહાર માટે સક્ષમ હતુ નબળી વાયુસેના અને બહારના વાસ્તવીક ટેકાના અભાવની સ્થિતિ ભારતની હતી.

૧૯૬રમાં ચાઇના હજુ યુએનએલસીની સીટથી ઘણુ દુર હતું પરંતુ ભારતને નબળુ પાડી એશીયામાં સર્વશકિતમાન દેશ તરીકે ચીને પોતાને પ્રસ્થાપિત કરવાનો ગોલ બનાવી લીધો હતો.

યુએસ એમ્બેસેડરનો પત્ર

ત્યારના અમેરીકન એમ્બેસેડર ગલબ્રેઇજો અમેરીકી સત્તાવાળાને પત્ર લખેલો તે જાણીતું છે. જેમાં નહેરૂના પત્ર સંદર્ભે ચેતવતા જણાવ્યું હતું કે, તેઓ (ભારત) આપણો એરફોર્સ સપોર્ટ ઇચ્છી રહ્યું છે ભારત તમામ સ્તરે આઘાતમાં છે.

ભારતનું વાયુ બળ

૧૯૯૯ માં કારગીલ હુમલા વખતે ભારતીય વાયુદળની તૈયારી કે સજ્જતા ઉભરી હતી. ત્યારબાદ ૧૪ અને ર૬ ફેબ્રુઆરીએ પુલવામાં અને પાકિસ્તાનના બાલાકોટના હુમલામાં ભારતીય હવાઇ દળે તેમની ક્ષમતા દર્શાવી.

પાકિસ્તાન સાથેની લડાઇ વખતે ૧૯૭૧ થી વાયુસેના નિર્ણાયક સાબીત થઇ. પાકિસ્તાન માટે ભારતીય વાયુ સૈનીકો અવાર-નવાર ભારે પડયા છે.

ચાઇનાએ જરૂરી ચેતવણી આપી ન હતી

ર૦ ઓકટોબર ૧૯૬ર ના ચાઇનાએ ભારત ઉપર કરેલા મીલ્ટ્રી એટેક પહેલા જરૂરી ચેતવણી આપી ન હતી તેવુ આર.કે. નહેરૂએ જુલાઇની બેઠકમાં જણાવ્યું હતું જેના પરથી ચીનની દગાબાજ વ્યુહરચના સાબીત થાય છે.

ભારતના કેનબેરાસ, જીનટસ અને હન્ટર્સ

ઓકટોબર ૧૯૬રમાં અંતે ભારત-ચીન સરહદે હીમાલયના ઉપરી ક્ષેત્રમાં લડાઇ શરૂ થઇ ચીનની આર્મી ભારતીયદળોને મસળી નાખવા પહેલેથી તૈયાર હતી હન્ટર્સ અને કેનબેરાસ વાયુસેનામાં ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ભારતે કર્યો નહોતો. ૧૯પ૯ થી નાની-મોટી સરહદી અથડામણો, હુંસાતુંસી ચાલી રહી હતી. એપ્રિલ ૧૯૬૦માં બન્ને દેશો વચ્ચેનો વાર્તાલાપ નિષ્ફળ રહ્યો હતો. જે લડાઇમાં પરિવર્તન પામ્યો અને ભારતે ભોગવવું પડયું હતું.

(4:05 pm IST)