Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

શરમજનક ઘટના! કોરોના દર્દીના પરિવારે પશુઓ સાથે કર્યો કવોરન્ટાઈન : વરસાદનું પાણી પીવા મજબૂર

ખાવા માટે રાશન અને પીવા માટે પાણીની પણ તકલીફો પડવા લાગી હતી. તેઓ વરસાદનું પાણી પીવા માટે મજબૂર થયા હતા

રાયસેન,તા.૨૭: મધ્ય પ્રદેશના રાયસેનના ઓબેદુલાગંજ બ્લોકમાં સ્વાસ્થ્ય વિભાગને કદાચ માણસો અને પશુઓમાં  કોઈ અંતર દેખાયું નથી. સ્વાસ્થ્ય વિભાગે બેદરકારીની હટવાટી દેવા જેવી ઘટના સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગે પુશો અને માણસોને એક સાથે હોમ કવારન્ટાઈન કરી દીધા છે

 ઉલ્લેખનીય છે કે ૧૭ ઓગસ્ટે ખસરોદ ગ્રામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે તેને કોવિડ સેન્ટર મોકલી દીધો હતો. પરંતુ તેના પરિવારજનોએ એક તબેલામાં ગાય ભેંસો સાથે હોમ કવોરન્ટાઈન કરી દીધા હતા.

 સ્વાસ્થ્ય વિભાગની ટીમે ઉપરી અધિકારીઓને જાણ કરી ન હતી. ગ્રામીણોના સોતેલા વ્યવહારના કારણે પરિવારજનોને ખાવા-પીવાના ફાંફાં પડી ગયા હતા. ખાવા માટે રાશન અને પીવા માટે પાણીની પણ તકલીફો પડવા લાગી હતી. તેઓ વરસાદનું પાણી પીવા માટે મજબૂર થયા હતા.

 પીડિત પરિવારજનોએ જણાવ્યું કે, જયારેથી તેમને કવોરન્ટાઈન કરવામાં આવ્યા ત્યારથી સ્વાસ્થ્ય વિભાગના કોઈ અધિકારી કે પછી કોઈ અન્ય અધિકારીઓ તેમની ભાળ લેવા માટે આવ્યા ન હતા.

 એટલું જ નહીં તેમણે જાતે સ્વાસ્થ્ય વિભાગ, મામલતદાર અને વરિષ્ઠ અધિકારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ અંગેની જાણ કરી હતી. આમ છતાં પણ સ્વાસ્થ્ય વિભાગે એક દિવસ બાદ ગાડી મોકલીને તેમના પુત્રને ભોપાલ કોવિડ સેન્ટર લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીની માતા આંગણવાડી સહાયિકા તરીકે કાર્યરત છે.

(11:29 am IST)