Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ટિકટોકના સીઇઓ કેવિન મેયરનું રાજીનામુ

જનરલ મેનેજર વનીસાને વચગાળાના સીઇઓ કર્યા નિયુકત

નવી દિલ્હી તા. ૨૭ : ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટોક માટે આ સમયે કઈ પણ ઠીક નથી ચાલી રહ્યું. અમેરિકી રાષ્ટ્ર ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે કંપનીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર (સીઈઓ) કેવિન મેયરે રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ, જનરલ મેનેજર વનીસા પપાજને તત્કાળ પ્રભાવથી તેની જગ્યા કંપનીના વચગાળાના સીઈઓ નિયુકત કરવામાં આવ્યા છે.

ગલવાન ઘાટી ઘટના બાદ ટિકટોક સહિત ૫૯ ચાઈનીઝ એપ પર રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો હતો. ભારતના નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૅપણ આ એપને અમેરિકામાં પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેમણે ટિકટોકના અમેરિકી ઓપરેશનને અમેરિકી કંપનીઓના હાથમાં વેચવા માટે પેરેન્ટ કંપની બાઈટડાંસને મજબૂર કરી.

હાલમાં જ અમેરિકામાં ટિકટોકના ભવિષ્ય અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નવા એકઝીકયુટીવ ઓર્ડર સાઈન કર્યા છે. આ ઓર્ડરમાં તેમણે કહ્યું છે કે, જો ટિકટોકને અમેરિકામાં બિઝનેસ જારી રાખવો હોય તેણે ૯૦ દિવસની અંદર તેને વેચવી પડશે અને તમામ વર્તમાન ડેટાને ડીલીટ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ડિઝની સ્ટ્રીમીંગમના પ્રમુખ કેવિન મેયરે બાઈટડાંસના માલિકીની શોર્ટ વીડિયો એપ કંપની ટિકટોકને જોઈન કર્યાના ૪ મહિનાની અંદર રાજીનામું આપી રહ્યા છે. કેવિને ડિઝનીમાં જબરદસ્ત કામ કર્યું છે. ડિઝની પ્લસનો વિચાર કેવિનનો છે જેના કારણે ડિઝનીનું ટ્રાફિક અચાનક વધી ગયું હતું. ડિઝની પ્લસ ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને એપ્રિલ ૨૦૨૦ સુધીમાં તેના વપરાશકારોની સંખ્યા ૫ કરોડ સુધી પહોંચી ગઈ છે.

કેવિને પત્રમાં લખ્યું છે કે, તાજેતરના અઠવાડિયામાં રાજકીય વાતાવરણ ઝડપથી બદલાઈ ગયું છે. મેં આવા ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જરૂરી છે. હું તમને બધાને ભારે હૃદયથી કહેવા માંગુ છું કે મેં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.

(3:04 pm IST)