Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ૪ દિ'ભારે વરસાદ ખાબકશેઃ કેટલાક સ્થળોએ પુરનું જોખમ

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ જાહેરઃ હવામાન ખાતુ

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના ભાગોમાં હવામાનની આગાહી સતત થઈ રહી છે. ભારે વરસાદને કારણે ઘણા રાજયોમાં પૂર જેવી સ્થિતિ છે. જનજીવન ઉપર પણ અસર થઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી ચાર દિવસ સુધી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સતત વરસાદ રહેશે.

હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ વરસાદને લઈને આ ત્રણેય રાજયોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલ છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વીજળીની ગડગડાટી સાથે ભારતે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

દિલ્હી એનસીઆર સહિતના ઘણા ભાગોમાં પૂરનો ખતરો છે તો યમુના નદી પણ ઉફાન ઉપર છે.

(3:16 pm IST)