Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોરોના વેકસીન અંગે ભારત સરકારની લાપરવાહી ચિંતાજનકઃ રણનીતિના કોઈ સંકેત નથી

રાહુલ ગાંધીનો ફરી એકવાર કેન્દ્ર સરકાર ઉપર હલ્લાબોલ

નવી દિલ્હી,તા. ૨૭: દેશમા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ૩૩ લાખને પાર પહોંચી ગઇ છે. વિપક્ષે સતત આ બાબતે કેન્દ્રને ઘેરવાનુ શરૂ કર્યુ છે. આ વચ્ચે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોરોના વાઇરસની રસીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે આ વાઈરસના કારણે દેશમા ૩૦ લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ગયા છે. તેની માટે સરકાર પાસે કોઈ પણ વેકિસન નથી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, એક નિષ્પક્ષ અને સમાવેશી કોવિડ વેકિસન પહોંચની રણનીતિ અત્યાર સુધી હોવી જોઇતી હતી, પરંતુ હજુ સુધી તેના કોઇ સંકેત મળ્યા નથી. ભારત સરકારની લાપરવાહી ચિંતાજનક છે.

અગાઉ ૧૪ ઓગસ્ટે રાહુલે કહ્યુ કે, ભારત કોવિડ-૧૯ વેકિસનનુ ઉત્પાદન કરનાર દેશોમાનો એક દેશ હશે. સરકારે કોરોના વાઇરસની રસીના ઉપયોગ અને તેના વિતરણની વ્યવસ્થા પર હવે કામ કરવુ જોઇએ.

 આજે કોરોના સંક્રમણના કેસોમા અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. આજે ૭૫,૭૬૦ કેસો સામે આવ્યા છે પરંતુ, સારી વાત તો એ છે કે સંક્રમણથી સ્વસ્થ રહેનાર લોકોની સંખ્યા ૨૫ લાખથી વધારે થઇ ગઇ છે અને તેની સારવાર ઝડપથી ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમા ૧,૦૨૩ લોકોની મૃત્યુ થવાથી મૃતકોની સંખ્યા વધીને ૬૦,૪૭૨ થઇ ગઇ છે. દેશમા સંક્રમણના કેસો વધીને ૩૩,૧૦,૨૩૫ થઇ ગયા છે, જેમા ૭,૨૫,૯૯૧ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૫,૨૩,૭૭૨ લોકોની સારવારથી સાજા થઇ ગયા છે. સંક્રમણના કુલ કેસોમા વિદેશ નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

આંકડાના અનુસાર દર્દીઓના સાજા થવાનો દર ૭૬.૫૪ ટકા છે. જો કે, મૃત્યુ દરમા પણ ઘટાડો આવ્યો છે અને આ ૧.૮૩ ટકા છે. જો કે, ૨૧.૯૩ ટકા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(3:57 pm IST)