Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોંગ્રેસનું અસંતુષ્‍ટોનું જુથ પક્ષમાં સુધારાને લઇને ચર્ચા કરવા મકકમઃ કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીને પત્ર લખ્‍યાઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિએ વિચાર કરવાનો ઇન્‍કાર કર્યો

નવી દિલ્‍હીઃ કોંગ્રેસનું અસંતુષ્‍ટોનું જુથ પક્ષમાં સુધારાને લઇને ચર્ચા કરવા મકકમ જણાય રહ્યું છે. આ જુથે કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીને પત્ર પણ લખ્‍યો છે. જયારે કોંગ્રેસની કાર્યકારી સમિતિએ તેઓની બાબતો ઉપર વિચાર કરવાનો ઇન્‍કાર કરી દિધો હોવાનું જાણવા મળ્‍યું છે.

કોંગ્રેસ બ્રાસ પગલાને વફાદારીના ભંગ તરીકે જુએ છે. પત્ર વાસ્તવમાં સીડબલ્યુસી સમક્ષ તલસ્પર્શી ચર્ચા માટે મૂકાવવો જરૂરી છે, એમ તેઓએ જણાવ્યું હતું.

પત્ર પર સહી કરનારા 23 સભ્યોના નેતાએ જણાવ્યું હતું કે પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોંગ્રેસના બંધારણમાં લખ્યું છે કે કોઈપણ સંદર્ભની સામૂહિક ધોરણે ચર્ચા થવી જરૂરી છે અને તેના પછી ચૂંટાયેલી કાર્યકારી સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડ પણ સ્થાપવુ જોઈએ.

તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે તેનો અર્થ એમ કરી શકાય કે પક્ષની નેતાગીરી સત્તાને અમુક સ્તરથી આગળ વહેંચવા માંગતી નથી.

રાજ્યસભાના નેતા ગુલામ નબી આઝાદને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કરેલો ફોન આનું પરિણામ છે અને તેના દ્વારા ઉગ્ર બની ગયેલી સ્થિતિ અને ઘવાયેલી લાગણીઓ પર મલમ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પરંતુ અસંતુષ્ટ જૂથના કેટલાક સભ્યએ જણાવ્યું છે કે એઆઇસીસીમાં ફેરફાર નિર્દેશ કરે છે કે દિશામાં ફેરફાર થવો જરૂરી છે.

જી-23ના નેતાઓએ તેમના પત્રમાં ગાંધી કુટુંબને અલગ થવા પર નહી પરંતુ તેવા નેતા આપવા પર ભાર મૂક્યો છે જે સક્રિય અને વિઝિબલ હોય. સોનિયા ગાંધી પોતે પક્ષના પ્રમુખપદે જારી રહેવા માંગતા નથી તો તેમના સ્થાને કોઈક તો હોદ્દા પર આવશે તે હકીકત છે, એમ તેમણે જણાવ્યું હતું.

વક્રોક્તિ છે કે જે પક્ષ અસંતોષને વાચા આપીને સ્તરે પહોંચ્યો હવો તે પોતાની અંદરની રેન્કને સાંભળવા તૈયાર નથી. કોંગ્રેસના આક્રમક નેતાઓ જો પક્ષ જાળવવા માંગતા હોય તો પહેલા તો તેમણે તેને ગાંધી કુટુંબથી મુક્તિ અપાવવી પડશે, એવી ટિપ્પણીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખનારા રાજકીય વિવેચકો દ્વારા કરવામાં આવી છે.

(11:23 pm IST)