Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અતુલ્ય ભારત ' : યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશનશ ( FIA ) ના ઉપક્રમે ' અતુલ્ય ભારત ' કાર્યક્રમ યોજાયો : 14 ઓગસ્ટના રોજ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ખાતે ઇન્ડિયન ટ્રિકલર લેમ્પ લાઇટિંગ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અપાઈ : 15 ઓગસ્ટના રોજ ભારતના 74 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ટાઈમ્સ સ્કવેર ખાતે ત્રિરંગો લહેરાવાયો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં 1970 ની સાલમાં શરૂ કરાયેલ ' ફેડરેશન ઓફ ઇન્ડિયન  એશોશિએશનશ ( FIA )  ન્યુયોર્ક ,ન્યુજર્સી ,એન્ડ કનેક્ટિકટના 50 પૂર્ણ થવા નિમિતે  ' અતુલ્ય ભારત ' પ્રોગ્રામ નું આયોજન કરાયું હતું .  જે અંતર્ગત 14 ઓગસ્ટના રોજ સાંજે  અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ , 350 ફિફ્થ એવન્યુ ,મેનહટન મુકામે  ઇન્ડિયન ટ્રિકલર લેમ્પ લાઇટિંગ પ્રોગ્રામ દ્વારા ભારતની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સલામી આપવામાં આવી હતી.
15 ઓગસ્ટ શનિવારના રોજ ભારતના 74 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સવારે 9-30 કલાકે ટાઈમ્સ સ્કવેર ખાતે  ત્રિરંગો ધ્વજ લહેરાવાયો  હતો.
ઉલ્લેખનીય છે કે FIA અમેરિકાના ટ્રીસ્ટેટ ન્યુયોર્ક ,ન્યુજર્સી ,તથા કનેક્ટિકટમાં આવેલા તમામ ઓર્ગેનાઇઝેનશને એક છત્ર હેઠળ રાખતું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે.

(8:39 pm IST)