Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

માર્ગ મકાન વિભાગના ૩ ઇજનેરોને અધિક્ષક ઇજનેર તરીકે બઢતી

રાજકોટના આર.એન.માથુરની ગાંધીનગરમાં નિમણૂક

રાજકોટ તા. ૧ : રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગના રાષ્ટ્રીય ધોરી માર્ગ વર્તુળ ગાંધીનગરના અધિક્ષક ઇજનેર એમ.આઇ.પટેલની અમદાવાદ શહેર માર્ગ મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર તરીકે બદલી કરી છે. અન્ય ૩ કાર્યપાલક ઇજનેરોને અધિક્ષક ઇજનેર (સિવિલ) તરીકે બઢતી આપી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ રાજકોટના આર.એન.માથુરને અધિક્ષક ઇજનેર તરીકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગર નિમણૂક આપવામાં આવી છે. શ્રી માથુરના હાલના સ્થાને અન્ય કોઇની નિમણૂંક થઇ નથી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પી.જે.મિશ્રાને તે જ કોર્પોરેશનમાં પ્રતિનિયુકિતના ધોરણે યથાવત રાખી અધિક્ષક ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. માર્ગ યોજના વિભાગ વડોદરાના એસ.એમ.રાવલને અધિક્ષક ઇજનેર કક્ષાએ બઢતી આપી ગાંધીનગર ખાતે ગુણવત્તા નિયમનમાં મૂકવામાં આવ્યા છે.

ઉપરોકત હુકમો ગઇકાલે માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટની સહીથી પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

(1:06 pm IST)