Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભગવતીપરા નંદનવન સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા છ પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર.ટંડેલની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વિરમભાઇ, સલીમભાઇ, મનોજભાઇ, અજયભાઇ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, સિરાજભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, મનોજભાઇ અને ચાપરાજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ પરેશ સોઢીયા, અને સીરાજભાઇ ચાનીયાને મળેલી બાતમીના આધારે નંદનવન સોસાયટી શેરી નં.૧માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક સામાધા સીતારામભાઇ પાટીલ, રવી રાજુભાઇ પાટીલ, નિલેશ જયરામભાઇ પાટીલ, વિનોદ મધુકરભાઇ પાટીલ, સુરેશ દતુભાઇ પાટીલ અને સાગર રાજેન્દ્રભાઇ પાટીલને પકડી લઇ રૂ. ર૧૮પ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(4:05 pm IST)