Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોટડાનાયાણીના શિક્ષકનો પ્રેરક પ્રયોગ :ડીઝીટલ શિક્ષણ

રાજકોટ : નવતર અભિગમના ભાગરૂપે યુ-ટયુબ અને સોશ્યલ મીડિયા જેવા ડીઝીટલ પ્લેટફોર્મથી બાળકોને ભણાવવા કોટડાનાયાણીના શિક્ષકે પ્રેરક પ્રયોગ શરૂ કર્યો છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત એવા જયદીપસિંહ નરવીરસિંહ ઝાલા ધો.૬ થી ૧૦ ના બાળકોને ભણાવવા થ્રીડી ઇફેકટનો ઉપયોગ કરે છે. તેમની ભણાવવાની પધ્ધતિ જ એવી છે કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે અભ્યાસમાં જોડાઇ રહ્યા છે. આમ ઘરે બેઠા અભ્યાસ કરનારાઓ માટે આ પ્રેરણારૂપ બની રહ્યાનું જાનકીબેન વસોયાની યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)