Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

શહેરમાં દશ '૧૦૪' એમ્બ્યુલન્સ સેવા શરૃઃ લોકોને લાભ લેવા ઉદીત અગ્રવાલનો અનુરોધ

રાજકોટ : શહેરમાં લોકોને ઘર બેઠા શરદી-તાવ જેવા સામાન્ય રોગોની સારવાર મળે તે હેતુથી કુલ દશ જેટલી '૧૦૪' એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ કરાઇ છે. તસ્વીરમાં ૧૦૪ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘર આંગણે જઇ તાવ-શરદી-કોરોના ટેસ્ટીંગ વગેરેની કામગીરી થઇ રહેલી દર્શાય છે. આ તકે ડે. કમિશનર શ્રી સિંઘ સહિતનો સ્ટાફ સતત ખડેપગે રહયો હતો. આ તકે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે લોકોને '૧૦૪' ની સેવા લેવા જાહેર અનુરોધ પણ કરાયો છે.

(4:06 pm IST)