Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મધરવાડાની પરિણિતાને આપઘાતની ફરજ પાડવાના કેસમાં પતિના જામીન મંજુર

રાજકોટ, તા. ર૭ :  રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન તાબાના મધરવાડા ગામના પતિ આરોપી ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયાના માત્ર દોઢ માસના દામ્પત્યજીવનના સમયગાળામાં પત્નિના આપઘાત કેસમાં પતિના શરતી જામીન મંજુર કરવાનો હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

આ ચકચારી કેસની ટુંકમાં હકિકત એવી છે કે, રાજકોટ તાલુકાના ગામ મઘરવાડાના રહેવાશી ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયાના લગ્ન ગઇ તા. ૦૭-ર-ર૦ર૦ ના રોજ વાંકવડ મુકામે આંબાભાઇ થયેલા અને ચતુરભાઇના પત્નિ નિમુબેન મધરવાડા મુકામે તેમના પતિ ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયા સાથે લગ્ન જીવન ગુજારવા આવેલા. તેદરમ્યાન ચતુરભાઇ વલલભાભઇ તલસાણીયાના પત્નિએ પોતાના પતિના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર રૂમમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયા સામે રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મારઝુડ કરી, દુઃખ ત્રાાસ આપી, નિમુબેનને મરવા મજબુર કરેલ હોવા અંગેની ફરીયાદ આઇ.પી.સી. કલમ-૩૦૬, ૪૯૮ (ક) અન્વયે ગુજરનારના સગા મોટાભાઇ ચેતનભાઇ આંબાભાઇ થોરીયાએ નોંધાવેલ.

આ અન્વયે પોલીસ ચતુરભાઇ વલ્લભભાઇ તલાસણીયા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ અને પોલીસે તપાસના અંતે હાલના આરોપી વિરુધધ ચાર્જશીટ કરી કોર્ટમાં રજુ કરેલ અને આરોપીને જેલ હવાલે કરેલ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી રજૂ કરતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની જામીન અરજી શરતો સાથે મંજુર કરેલ અરજદારને શરતો સાથે જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે અમદાવાદ હાઇકોર્ટના યુવા એડવોકેટ મીહિરભાઇ વખારીયા તથા રાજકોટના જાણીતા યુવા એડવોકેટ સર્વ વિનુભાઇ એમ. વાઢેર, શૈલેષભાઇ પી. પંડીત, શૈલેષભાઇ કે. મોરી વિજય ડી. ભલસોડ તથા રીતીન આર. મેંદપરા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:53 pm IST)