Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

યુવા લોયર્સ એસો.ના પ્રમુખ કિરીટ નકુમની નોટરી તરીકે થયેલ નિમણુંક

રાજકોટ,તા. ૨૭: તેજ, તાકાત અને તરવરાટનો સમન્વય એવા રાજકોટના યુવા એડવોકેટ કિરીટ નકુમ સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનપણ થી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને રાજકોટની અનેક સામાજીક, શૈક્ષણિક, ધાર્મીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નીષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન વ્યકિત તરીકે પોતાના હસમુખા અને મીલાનુસાર સ્વભાવના કારણે ખુબ જ લોહચાહના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. અને વિદ્યાર્થી સહાય માટે હંમેશા તત્પર રહે છે. તેમની ભારત સરકારના લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા પબ્લિક નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

તેઓ દ્વારા સંકલ્પ કરવામાં આવેલ છે કે, જરૂરીયાતમંદ લોકો, તથા સીનીયર સીટીઝનો, વિદ્યાર્થીઓ સામાજીક સંસ્થાઓ માટે ખાસ સેવા આપવામાં આવશે.

યુવા લોયર્સ એશોસીએશન, રાજકોટના પ્રમુખ કિરીટ નકુમ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્સાહ સાથે નવી પબ્લિક નોટરી તરીકેની કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે વિશાળ મિત્ર વર્તુળ, સગા-સ્નેહીજનો-વડીલો, સમાજના આગેવાનો તથા એડવોકેટ મિત્રો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૪૮ ૮૯૯૩૯ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:54 pm IST)