Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોર્પોરેશનનું ફિલ્ટરવાળુ પાણી ગરમ કરીને પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ

B12 અને સાંધાના દુઃખાવામા રાહત થઇ શકે

ચોમાસાનુ વરસાદનુ પાણી નદી,નાળા અને ઝરણા દ્વારા જમીન ઉપર વહીને ડેમ સુધી પહોંચે તે પહેલાં પાણીની અંદર સોડીયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્સિયમ જેવા કુદરતી ખનીજ તત્વો -આલ્કલાઈન  ભળી જાય છે જે પાણીને જીવંત બનાવે  છે. કોર્પોરેશન ડેમના પાણીને ઘર સુધી પહોંચાડતા પહેલા ત્રણેક વખત કલોરીનેશન કરે છે કોર્પોરેશને ફિલ્ટર કરેલા પાણીની PH ૭.૨ થી ૭.૫ની વચ્ચે જોવા મળે છે જયારે તેમના TDS ચોમાસામાં આશરે ૨૫૦ જેટલા અને ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થઇ જવાને કારણે ૩૫૦થી ૪૦૦ ની વચ્ચે જોવા મળે છે. આ આંકડાઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે. આપણા શરીરના લોહી-પાણીના PH પણ સામાન્ય રીતે ૭.૫ ની આસપાસ હોય છે.કોર્પોરેશનનુ ફિલ્ટર કરેલું પાણી જયારે ઘરે આવે ત્યારે તેમાંથી આખો દિવસ ચાલે તેટલુ પાણી ભરી તેને ગરમ કરી મોટા ભાગનો ડોળ બેસી જાય ત્યાં સુધી ઠંડુ પાડી ગાળીને માટલામા ભરીલો. આ પાણીનો ઉપયોગ પીવામા અને રસોઈમા કરો.પાણીને ઉકાળીને પીવાથી ચોમાસામાં  ટાઇફોર્ડ, કોલેરા, મરડા અને મેલેરિયા જેવા પાણીથી થતા રોગોથી પણ બચી શકાય છે

    આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી હોય છે તેથી લગભગ ૭૦ ટકા જેટલા રોગો પાણીને કારણે થાય છે આપણા ઘરમાં કોર્પોરેશનના ફિલ્ટર કરેલા પાણી સિવાય બીજા પાણીનો ઉપયોગ કરતા હોય તો તે પાણી એસિડીક છે કે આલ્કલાઈ-ક્ષારવાળુ તેની ચકાસણી કરાવી લેવી જોઈએ.રસોઈ અને પીવાના પાણીની PH  ૭.૨ અને ૭.૫ ની વચ્ચેની તથા TDS ૩૫૦ ની આસપાસ હોવા જોઈએ. બાથરૂમ અને સંડાસમાં વપરાતા પાણીની PH અને TDS વધારે હોય તો ચાલે જો ઘરમાં RO નો ઉપયોગ કરવો જ પડતો હોયતો ટેકનિશિયનને બોલાવીને તેમના TDS અને PH કોર્પોરેશનના ફિલ્ટર કરેલા પાણી જેટલા કરાવી લેવા જોઈએ.આટલુ કર્યા પછી પાણીને કારણે થતા રોગો દૂર થઈ જવાની શકયતા વધી જશે.જો કે B12 ની સમસ્યા પાણીને કારણે હશે તો જરૂર ફાયદો થશે

સૌથી શ્રેષ્ઠ પાણી આલ્કલાઈ વાળુ

જે પાણીની PH આઠની આસપાસ રહેતી હોય તેવુ પાણી સ્વાસ્થ્ય માટે અતી ઉત્ત્।મ ગણાય છે.આ પ્રકારના પાણીમા સોડિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા આલ્કલાઈ ખનીજ તત્વો આવેલા હોય છે તેની મદદથી ઘણા બધા રોગ દૂર થઈ શકે છે જેમ કે જઠરનો સોજો, સ્વાદુપિંડ, પેપ્ટીક અલ્સર બિમારી, બિન-ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટીસ, યકૃત રોગ, સંધિવા, મેદસ્વીપણું , કોલેટીસ અને ચેપી રોગોથી બચવા માટે  આલ્કલાઇન પાણીની ભલામણ કરવામાં આવે છે.આવું પાણી આંતરડામાંથી લાળ દૂર કરશે, આંતરડાંના કાર્યને સામાન્ય બનાવે છે પેટને કારણે થતા રોગો ધટશે. ઇલાગ્નેશન્સ અને હૃદયરોગથી રાહત કરશે, આ પાણીની PH સાત કરતાં વધારે હોવાથી તેને જીવંત પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.

RO ના નિષ્ણાત કારીગરોનો અભિપ્રાય

(૧)કોર્પોરેશનનું ફિલ્ટર કરેલું પાણી ગરમ કરીને ઉપયોગ કરવો તે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.(૨) જો બોરના પાણીમા TDS વધારે હોયતો RO ફીટ કરીને તેમાંથી જે પાણી મળે છે તેમાં બોરનું થોડું પાણી ઉમેરી મિશ્રણ કરીને ઉપયોગ કરવો (૩) એપાર્ટમેન્ટ હોય અને તેમાં બોરના પાણીનો પણ ઉપયોગ કરવો પડતો હોય અને દ્યરમાં RO ફીટ કરેલા હોય તો તેમાં alkaline કેન્ડલ તથા TDS વાલ્વ ફીટ કરીને જરૂર મુજબના PH અને TDS વાળુ પાણી મેળવી શકાય છે

ડો.જીજ્ઞેશ હારખાણીના જણાવ્યા પ્રમાણે

જો RO નુ પાણી ઉપયોગમાં લેતા હોય તો ૧૦ લિટર માં આશરે એક ચમચી જેટલી  દેશી ગાયના છાણની રાખ નાખી દેવામાં આવે તો  પાણીની એસિડતા દ્યટી જાય છે અને પાણી આલ્કલાઈન બની જાય છે. છાણાંને સળગાવી યજ્ઞ કરી બનાવેલી રાખ આલકલાઈન બનવાની સાથે તેમાં

કેલ્શિયમ,સ્ટ્રોન્સિયમ,સુવર્ણ જેવા લાગભગ ૧૮ મિનરલ્સ ભળે છે પાણી મીનરલ વોટર બની જાય છે ,પાણીની ઓરા -આભા પ્રાણશકિત વધી જાય છે.હાલમાં પોતે આ પ્રયોગ કરે જ છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો ઉભી થતી સમસ્યાઓ  લિવર, ફેફસાં સહિતનાં શરીરનાં અંગો સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવાં મિનરલ્સ-ક્ષારો શરીરના બીજા ભાગો માથી પોતાની જરૂરિયાત મુજબ ખેંચી લ્યે છે. તેથી તે અંગો નબળા પડે છે, પરીણામે સલાઇવા, હાડકાં, દાંત વગેરે ખરાબ થાય છે. મસલ્સ અને હાડકાં નબળાં પડવા લાગે છે. હાથ-પગ દુખ્યા કરે, થાક લાગે, કામ કરવાનું મન ન થાય, બેચેની લાગ્યા કરે, ગુસ્સો આવે, એસિડીટી,ખાટા ઓડકાર, ઉબકા,પસીનો છુટવો જેવી સમસ્યાઓ જોવા મળે છે. શરીરમાં જોએસિડનુુ પ્રમાણ વધી જાય તો આલ્કલાઈન ફુડ ખાવા જોઈએ

એસિડિકતા ઘટાડી આપતા ફુડની યાદી

દૂધી, કોળું, ઘઉંના જવારા,  કાળી તથા લીલી દ્રાક્ષ, અંજીર, નોર્મલ પાણીવગેરે ફૂડ આલ્કલાઇન વધારી આપતા ફૂડ છે. જે એસિડની માત્રામાં  ઘટાડો કરે છે.

વધારે પડતાં આલ્કાલાઈ-ક્ષાર-બેઇઝ વાળા પાણીથી ઉભી થતી સમસ્યાઓ

  આ પાણી પીવાલાયક કે રસોઈમાં પણ ઉપયોગી થઈ શકતુ નથી.ખેતીમાં પણ બરાબર કામ આપતું નથી તે સ્વાદમાં મોરૂ ભંભારા જેવું લાગે છે વધારે આલ્કલાઈ વાળા પાણીથી પથરીની સમસ્યાઓ ઊભી થાય છે કિડની જેવા અંગોને નુકસાન થાય છે તેવું જોવા મળે છે.આ સમસ્યાને દૂર કરવા માટે એસિડિક ફુડ ખાવા જોઈએ

એસિડિકતા વધારી આપતા ફુડની યાદી

શુગર, તળેલો ખોરાક, પ્રોસેસ કરેલો ખોરાક, કેનમાં પેક ખોરાક, ફાસ્ટફૂડ, કોર્ન, ડેરી પ્રોડકટ્સ-દૂધ, આઇસક્રીમ, માખણ, ચીઝ, બીન્સ, સૂકોમેવો, બધાં જ કઠોળ, સીંગદાણા, ફિશ, બ્રેડ, બિસ્કિટ, આર્ટિફિશ્યલ સ્વીટનર, મોસંબી, સંતરા, પ્લમ, બેરીનાં ફળ, બાર્લી, ઓટ, ચોખા, ઘઉં, પાસ્તા, જેમાં શુગર વધુ હોય એવાં પીણાં, સોડા, એનર્જી ડ્રિન્કસ, કેફીન જેમાં હોય એવાં ચા-કોફી જેવાં પીણાં, બિયર, આલ્કોહોલ વગેરે શરીરમાં એસિડની માત્રા વધારનારાં છે.

B12 અરૂણભાઈ ગજ્જરનો અભિપ્રાય ૭૯૮૪૪૯૧૨૭૮

કોર્પોરેશનનુ ફિલ્ટર કરેલું પાણી ગરમ કરીને પીવાનો  પ્રયોગ લગભગ વીસેક દિવસથી શરૂ કરેલો છે તેમના જણાવ્યા પ્રમાણે B12 ની ઉણપને કારણે જે જે ચિન્હો જોવા મળતા હતા તેમા અત્યારે નજીવો સુધારો જોવા મળ્યો છે. આંખો દિવસ સ્ફુર્તિ રહે છે.ઉપરાંત તેમની શરદીની સમસ્યા પણ દૂર થઇ ગઇ છે.આ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે કોર્પોરેશનના ફિલ્ટર કરેલા પાણીમા ઉપયોગી

આલ્કલાઈન-મિનરલ્સ-ક્ષારો

જળવાઈ રહે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.

લેખકનો અભિપ્રાય

અમે RO નો ઉપયોગ કરતા હતા જે બંઘ કરીને ઘણા સમયથી કોર્પોરેશનનું ફીલ્ટર વાળુ પાણી ગરમ કરીને ઉપયોગ કરીએ છીએ

નિષ્ણાંતોની ટીમ

(૧)વૈદ ડો.એલ્વીશ દેત્રોજા M.D. આયુર્વેદ ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા, મો. ૯૪૨૯૭૧૩૭૫૭ (૨)વૈદ ડો.કિરીટ પટેલ B.A.M.S. આયુર્વેદ જુનાગઢ, મો. ૯૪૨૬૯૯૫૦૮૯ (૩)ડો.જીજ્ઞેશ હારખાણી M.B.B.S. NDDY ગવર્મેન્ટ હોસ્પિટલ ગાંધીનગર, મો.૯૫૭૪૦૦૮૧૮૬ (૪)ડો.નૈમિષ જાવિયા M.B.B.S  પીડીયાટ્રિક PG સ્ટુડન્ટ પુના, મો.૭૯૮૪૫૧૯૫૯૫

લેખક

અશ્વિન ભુવા

મો. ૮૩૨૦૫૫૬૦૧૨

મો. ૯૪૨૮૮૮૯૫૬૦

(2:57 pm IST)