Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઘરોમાંથી મચ્છરના પોરા મળશે તો રૂ. ૫૦ થી ૫૦૦નો દંડ : ૬૪ મકાન ધણીને ચાર્જ ફટકારાયો

મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા ૧૪૫ ઘરોને નોટીસ

રાજકોટઃ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કામગીરી દરમ્યાન કોમર્શિયલ ઉપરાંત રહેણાંક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મચ્છરો મળી આવ્યા હોય, તો શહેરી વિસ્તારમાં કોર્મશિયલ પ્રિમાઇસીસની જેમ રહેણાંક મકાન  મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી વિરૂદ્ઘ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. જે અન્વયે આ કામગીરી સબબ ચાલુ સપ્તાહ દરમ્યાન કોમર્શિયલ પ્રિમાઇસીસની સાથે રહેણાંકમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા ૧૪૫ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે તથા ૬૪ આસામી પાસેથી વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.

(3:57 pm IST)