Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

'લ્યુનર'નું સર્જન : અદ્ભૂત પોર્ટેબલ કરાઓકે સિસ્ટમ્સ

ગીતો ગાવાના - સંગીત માણવાના શોખિનો માટે તમામ સવલતો સાથેની કરાઓકે સીસ્ટમ્સનું રાજકોટમાં સર્જન : અઢી દાયકાથી સાઉન્ડ બિઝનેશમાં રહેલા કમલેશ ડોડિયા અને કુલદીપ - મૌલિકનો આવિષ્કાર : કમલેશભાઇના વિચારને કુલદીપ અને મૌલિક ડોડિયાએ સાકાર કર્યા : અમદાવાદની કંપનીના સ્પીકરમાં ડિજિટલ કેબલના માધ્યમથી લાઇવ સંભવ : બ્લુ ટૂથ - USB - SD કાર્ડ - બે માઇક્રોફોન તથા અન્ય ડિવાઇસ જોઇન્ટ કરવાની સુવિધા : માત્ર રૂ. ૧૧ હજારમાં પૂરી સિસ્ટમ્સ

રાજકોટ તા. ૨૭ : ગીતો ગાવાના અને સંગીત માણવાના શોખીનો માટે ખુશીના સમાચાર છે. રાજકોટના સાઉન્ડ નિષ્ણાતોએ પોર્ટેબલ કરાઓકે સિસ્ટમનું સંશોધન કરીને માર્કેટમાં મૂકી છે. સામાન્ય લોકો પણ ખરીદી શકે તેટલી કિંમતમાં આધુનિક સિસ્ટમ ઉપલબ્ધ બની છે.

રાજકોટમાં અઢી દાયકાથી લ્યુનર સાઉન્ડ સક્રિય છે. જેના સંચાલક કમલેશભાઇ ડોડિયા સાઉન્ડની દુનિયામાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. 'અકિલા'ની મુલાકાતે આવેલા કમલેશભાઇએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ગીત-સંગીતના ચાહકો કરાઓકે તરફ ખૂબ વળ્યા છે.

આ અંગેની વ્યવસ્થિત સિસ્ટમ ઉપલબ્ધ ન હતી. કમલેશભાઇએ કરાઓકે સિસ્ટમ માટે નવી પેઢી સમક્ષ વિચાર મૂકયો. ડોડિયા પરિવારની નવી પેઢી કુલદીપ કમલેશભાઇ ડોડિયા અને મૌલિક મુકેશભાઇ ડોડિયાએ (તસ્વીરમાં છેલ્લે નજરે પડે છે.) સાઉન્ડ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે. આ બંને એ ખૂબ મહેનત કરીને ડિજિટલ કેબલનું સર્જન કર્યું. અમદાવાદની એક કંપનીના સ્પીકરમાં થોડા ફેરફારો કરીને ડોડિયા પરિવારે પોર્ટેબલ કરાઓકે સિસ્ટમ તૈયાર કરી. આ સિસ્ટમ સંગીત ગાવા - સાંભળવાના શોખીનોમાં ધૂમ મચાવી રહી છે.

કમલેશભાઇ કહે છે કે, સામાન્ય માણસને પણ પોસાય તેવી કિંમતમાં અતિઆધુનિક પોર્ટેબલ કરાઓકે સિસ્ટમ લોન્ચ કરી છે.

વિવિધ સુવિધા ધરાવતું સ્પીકર આ સિસ્ટમમાં જોડાયેલું છે, જેની ઊંચાઇ ૩૦ ઇંચની છે અને ૧૭ ઇંચની ઊંડાઇ છે. સાથે ડિજિટલ કેબલ ઉપલબ્ધ છે.

લ્યુનર પોર્ટેબલ કરાઓકે સિસ્ટમમાં બ્લુ ટુથ, USB - SD કાર્ડ - FM રેડિયો, બે માઇક્રોફોન અને અન્ય ડિવાઇસ જોડવાની સુવિધા છે કમલેશભાઇ કહે છે કે, ડિજિટલ કેબલ હોવાથી અન્ય સાઉન્ડ કાર્ડ જોવાની જરૂર રહેતી નથી. એક વર્ષની વોરન્ટીવાળી આ સિસ્ટમ ધૂમ મચાવી રહી છે.

સિસ્ટમમાં બેટરી બેકઅપ પાવરફૂલ હોવાથી સિસ્ટમ પ્રવાસ દરમિયાન પણ સાથે રાખી શકાય છે. સાઉન્ડની દુનિયામાં અઢી દાયકા ખેડાણ કર્યા બાદ કમલેશભાઇ તથા મુકેશભાઇ અને નવી પેઢીના કુલદીપ અને મૌલિકે ગીત - સંગીત પ્રેમીઓ ખુશ થઇ જાય તેવી સિસ્ટમનો આવિષ્કાર કર્યો છે.

કુલદીપ - મૌલિકે સાઉન્ડ એન્જીનિયરીંગના અભ્યાસ બાદ પોતાની અલગ ઓળખ સર્જી છે. નામી કલાકારોના કાર્યક્રમો દેશભરમાં કર્યા છે. એ.આર. રહેમાન, શંકર મહાદેવન, ઇલે રાજા વગેરેના શોમાં સાઉન્ડ મેનેજમેન્ટ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, પાર્થીવ ગોહિલના કાર્યક્રમોમાં સાઉન્ડ મેનેજ કર્યું છે.

ડોડિયા પરિવારે કોઠા સૂઝ અને આધુનિક જ્ઞાનના સંગમથી વિકસાવેલી લ્યુનર પોર્ટેબલ કરાઓકે સિસ્ટમ રાજકોટ - સૌરાષ્ટ્રના ગૌરવ સમાન છે.

સિસ્ટમ અંગે વધારે વિગતો માટે કમલેશભાઇ ડોડિયા મો. ૯૮૨૫૨ ૮૬૦૧૨ નંબર પર સંપર્ક થઇ શકે છે.

તસ્વીરમાં જાણીતા ગાયક કલાકાર શ્રી જયેશ દવે, શ્રી કમલેશભાઇ, શ્રી સુનિલભાઇ પટેલ પણ નજરે પડે છે.

પોર્ટેબલ કરાઓકે સિસ્ટમ્સનું પ્રાપ્તિ સ્થાન

૩૪૫/૪૬ સિરોમાની કોમ્પલેકસ, કરણસિંહજી હાઇસ્કુલ ચોક, રાજકોટ. મો. ૯૮૨૫૨ ૮૬૦૧૨

ઇ-મેઇલ : dodya_kamleshd@yahoo.com

(3:59 pm IST)