Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અર્જુન ખાટરિયાના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ!

ખાટરિયાના નામે મિત્રોને મેસેજ કરી નાણા માંગ્યા : સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

રાજકોટ,તા.૨૯ :  જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાના ફેસબુક એકાઉન્ટમાં ટેકનિકલ કરામત કરી નાણા પડાવવાનો પ્રયાસ થયાના મતબલની અરજી શહેર પોલીસની સાઇબર ક્રાઇમ શાખામાં કરવામાં આવી છે. અજાણ્યા શખ્સનો માલુમ પડેલ મોબાઇલ નંબર પોલીસને આપવામાં આવ્યો છે.

અર્જુન ખાટરિયાએ આજે આપેલ અરજીમાં તેમના કેટલાક પરિચિતો પાસેથી પોતાના નામે પૈસાની માંગણી કરવામાં આવ્યાનું જણાવી આ કૃત્ય કરનાર બાબતે તપાસ કરી કાયદેસર પગલા ભરવા માંગણી કરી છે. 

(3:53 pm IST)