Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આદિત્યાણામાં જુગાર રમતા ૫ શખ્સો ૧૩ હજારની રોકડ સાથે ઝડપાયાં

પોરબંદર,તા. ૧: આદિત્યાણામાં જુગાર રમતા ૫ શખ્સોને ૧૩,૯૩૦ની રોકડ સાથે પોલીસ પકડી પાડેલ છે.

પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલની સુચના મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એસ.ઝાલા તથા વિ.આર.ચોસલા તથા ડી.સ્ટાફના હેડ કોન્સ.સી.ટી.પટેલ તથા પો.કોન્સ. સંજયભાઈ વાલાભાઈ, જયમલભાઈ સામતભાઈ,પરબતભાઇ લક્ષ્મણભાઇ, કાનાભાઈ રામભાઇ, દિલીપભાઈ અરજણભાઈ, ભીમાભાઇ પરબતભાઇ વગેરે સ્ટાફે બાતમી વાળી જગ્યાએ આદિત્યાણામાં પંચો સાથે રેઇડ કરતા જુગાર રમાડનાર ઈસમ સહીત કુલ પાંચ ઈસમો (૧)ભરત વિસા ખુંટી (૨)કાના પોપટ મંડેરા (૩) જયોતિભાઈ ગોરધન પંડિત (૪)મના ધીરૂ કેશવાલા (૫)મીલિન ભાવેશ ભટ્ટ રહે.તમામ આદિત્યાણા વાળા તિનપત્ત્।ીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૧૩૯૩૦/- તથા જુગારના સાહિત્ય સાથે મળી આવતાં તેઓને ઝડપીઆરોપીઓ વિરુદ્ઘ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:35 am IST)