Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દ્વારકા જિલ્લામાં વધુ ર૧ કેસો

ખંભાળિયા તા.૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં વધુ ર૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૩પ૦ તરફ જવા આવ્યો છે. ગઇકાલે સૌથ વધુ દ્વારકામાં નવ તથા ખંભાળિાય તથા ભાણવડમાં ૬, ૬ કેસો નીકળ્યા હતા તથા કુલ કેસનો આંક ૩પ૦ ઉપરાંત થઇ ગયો છે.

ભાણવડમાં નવ કેસ ઉપરાંત દ્વારકામાં  બીરલા પ્લોટ, રેલવે સ્ટેશન, સિધ્ધ વાટીકા, સિધ્ધનાથ મંદિર પાસે, નરસંગ ટેકરી પાસે, જલારામ આશ્રમ જુની ન.પા. ગેરેજ વિસ્તારમાં દ્વારકામાં કેસો નીકળ્યા હતા. તો ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં બે બે કેસ બંગલાવાડી વિસ્તાર વિ. સ્થળે પણ કોરોના પોઝીટીવ નીકળ્યો.

ત્રણના મોત થયા

ખંભાળિયાના એક વૃધ્ધ  સહિત ત્રણ વ્યકિતઓના મોત કોરોનામાં નીપજયા કુલ મૃત્યુ આંક ૧૮નો થયો છે તથા ૧૪૭ વ્યકિતઓના એકટીવ કેસ થયા છે.

(12:56 pm IST)