Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાંસદ અસદુદ્દીન ઓવૈસી આજથી બે દિવસ કચ્‍છમાં : ભુજમાં ઉલમા કાઉન્‍સિલ સાથે બેઠક - જાહેરસભા : પક્ષનું કાર્યાલય ખુલ્લુ મૂકશે

બે દિ' કચ્‍છમાં, હાજીપીર, લુણી (મુન્‍દ્રા) અને માંડવી જશે : આજે સાંજે ભુજમાં પત્રકાર પરિષદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી આજથી કચ્‍છના બે દિવસના પ્રવાસે છે.
કચ્‍છના AIMIMના મોહમ્‍મદ લાખાની યાદીમાં જણાવ્‍યા અનુસાર અસદુદ્દીન ઓવૈસી આજે ભુજ પહોંચ્‍યા બાદ બપોરે ૩ કલાકે હોટલ સેવન સ્‍કાય, ભુજમાં ઉલમા કાઉન્‍સિલમાં ત્રણેય મસ્‍લકના આમંત્રિત ૧૫૦ ઉલમા એ કિરામ સાથે સંવાદ કરશે. સાંજે ૪.૦૦ કલાકે હોટલ સેવન સ્‍કાય એરપોર્ટ રોડ મધ્‍યે પ્રેસ કોફરન્‍સમાં પત્રકારો સાથે વાર્તાલાપ કરશે. ત્‍યારબાદ સાંજે ૪.૩૦ કલાકે AIMIM પાર્ટીના હોદ્દેદારો સાથે હોટલ સેવન સ્‍કાય એરપોર્ટ રોડ ભુજ મઘ્‍યે બેઠક કરશે. ત્‍યાંથી સાંજે ૬.૩૦ કલાકે લુણી શરીફ (મુન્‍દ્રા) જશે ત્‍યાથી સાંજે ૭.૩૦ કલાકે માંડવી મુફતી એ કચ્‍છ દરગાહ શરીફ મધ્‍યે ઝિયારત કરશે.ᅠ
માંડવીથી ભુજ હોટલ સેવન સ્‍કાય ખાતે પરત ફરશે. બીજે દિવસે અસદુદ્દીન ઓવૈસી ૧૨-૬-૨૦૨૨ના ભુજમાં સવારે ૧૦ વાગ્‍યે AIMIMના પાર્ટી કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.
બપોરે ૧૨ કલાકે હાજીપીર દરગાહ શરીફ ઝિયારત કરશે અને સાંજે ૭ કલાકે ખારસરા મેદાન સંજોગનગર ભુજ મઘ્‍યે જાહેરસભાને સંબોધશે.

 

(10:20 am IST)