Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મોરબી જલારામ મંદિર દ્વારા સ્થળાંતર કરેલ ૪૩૩ લોકો માટે ભોજનનો સેવાયજ્ઞ. જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરાયું

મોરબી : માળિયા તાલુકામાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુમાવાડી વિસ્તારના રહીશોનું સ્થળાંતર કરાયું હોય જે સ્થળાંતર કરેલ લોકો માટે મોરબી જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી છે
જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે જે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા કરવામાં આવી છે મોરબી જલારામ મંદિર દ્વારા ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ બારેમાસ ચલાવાય છે ત્યારે હાલના વિપરીત સંજોગોમાં પણ તેમને ભોજન વ્યવસ્થા કરીને માનવતા મહેકાવી છે

(6:30 pm IST)
  • વાવાઝોડા- ભારે વરસાદની આગાહી સંદર્ભે આજી નદી કાંઠે રેડ એલર્ટ : રાજકોટમાં નદી કાંઠાના જંગલેશ્વર-બેડીપરા-રામનાથપરા વિસ્તારમાં માઇક દ્વારા લોકોને સાવચેત રહેવા ચેતવણી અપાઇઃ નદીના પટ્ટમાં અવર-જવર પર પ્રતિબંધઃ જરૂર પડે ૭૦૦ થી ૮૦૦નાં સ્થળાંતર માટે રેસ્કયુ સેન્ટર તૈયાર રખાયાઃ રબ્બર બોટ, દોરડા, ટયુબ સહિતનાં સાધનો સાથે રેસ્કયુ ટીમો તૈનાત access_time 12:15 pm IST

  • પશ્ચિમ બંગાળ : નારડા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના બે પ્રધાનો સહિત ચારેય લોકોને શહેરની અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા : આ લોકોની ધરપકડ બાદ બંગાળમાં રમખાણ જેવું વાતાવરણ થઈ ગયું હતું access_time 7:15 pm IST

  • કેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST