Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

માળીયામાં પરિવારથી વિખુટી પડેલી બાળકીનું મિલન

મોરબી :  માળીયાની ભીમસર ચોકસી પાસેથી રમીલા દિલીપભાઈ નામની ૬ વર્ષની બાળકી મળી આવી હતી જે બાળકીને પોલીસ પરિવાર સાથે રાખી હતી અને જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ આર બી ટાપરીયાની ટીમે બાળકીના વાલીને શોધવા તપાસ ચલાવી હતી અને બાળકીના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવા ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં તપાસ કરી હતી અને બાળકીના વાલીને શોધી કાઢવામાં સફળતા મળી હતી બાળકી તેના કાકા મિતેશ સુમસિંગ ભુરીયા રહે મૂળ એમપી હાલ કેરમીયા વિટ્રીફાઈડ કારખાના, ગાળા તા. મોરબી વાળા સાથે રહેતી હોય જે કોઈને જાણ કર્યા વગર પોતે એમપી વતનમાં જવા માટે નીકળી ગયેલ અને પરિવારથી વિખુટી પડી હતી જે બાળકીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી) 

(11:36 am IST)