Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૬ કેસ, એક દર્દીનું મોત

મોરબી,તા.૨૭ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે તો એક દર્દીનું મોત થયું છે

મોરબી જીલ્લામાં આજે નવા ૧૬ કેસો નોંધાયા હોય જેમાં મોરબીના ૯ કેસોમાં ૩ ગ્રામ્ય અને ૬ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે વાંકાનેર ગ્રામ્યમાં ૪ કેસો નોંધાયા છે તો હળવદમાં એક ગ્રામ્યમાં અને બે શહેરી વિસ્તારમાં મળીને ત્રણ કેસો સહીત જીલ્લામાં નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે આજે કુલ ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે અને એક દર્દીનું મોત થયું છે જીલ્લામાં નવા કેસો સાથે કુલ કેસનો આંક ૮૬૧ થયો છે જેમાં કુલ ૨૦૦ એકટીવ કેસ, ૬૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:37 am IST)