Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

લીંબડી બેંકમાં થેલીમાં કાપો મારી ગ્રાહકના ૫૦ હજારની તફડંચી : બે યુવતિ સીસી ટીવી કેમેરામાં કેદ

વઢવાણ,તા. ૨૭: લીંબડી તાલુકાના પાદરડી ગામના ખેડૂત રોહિતભાઈ ખોડાભાઇ પટેલઙ્ગ ધિરાણની રકમ ભરવા માટે સૌરાષ્ટ્ર ગ્રામણીક બેંકમાં આવ્યા હતા બેંકના કેશ કાઉન્ટર ઉપર તેઓ પૈસાની થેલી લઈને ઊભા હતા ત્યારે તેમની પાછળ ઉભેલી બે યુવતીઓ થેલીને કાપો મૂકી અને પચાસ હજાર રૂપિયાની ચોરી કરીને પલાયન થઇ ગઇ હતી. રોહિતભાઈનો પૈસા ભરવાનો વારો આવતા થેલીમાં  હાથ નાખ્યો તો ખ્યાલ આવ્યો કે  પૈસાની ઉઠાંતરી થઈ ગઈ છે મેનેજરે સીસીટીવી ચેક કરતા બે યુવતી કોઇ કામ વગર જ બેંકમાં આવી ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની જાણકારી મળી હતી તેમણે લીમડી પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ તેમજ તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બેંકમાં સિકયુરિટી ગાર્ડ તરીકેની પરવાનગી ન હોવાના કારણે બેંકમાં સિકયુરિટી ગાર્ડ રખાતા ન હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:40 am IST)