Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સેવા કેમ્પો યોજાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૭: લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા તાજેતરમાં ડીસ્ટ્રીકટ ૩૨૩૨ જેની સુચના મુજબ હંગર પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલ.

આ પ્રોજેકટ અંતર્ગત ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો જેવા કે ગોળીબાર ટેકરા, એરપોર્ટ, બ્રાહમણ સોસાયટી, બાયપાસ વિસ્તારોમાં બાળકોને ફુડપેકેટ, નાસ્તો તેમજ આરોગ્યવર્ધક ખાધ્ય ચીજો આપવામાં આવેલ.

આ કામગીરીમાં પ્રોજેકટ ઝોનલ ચેરપર્સન ડો.વિરલ ગોયાણી, લાયનસ કલબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ રાજેશ માંગરોળીયા, લાયન્સ કલબના સીનીયર મેમ્બર પ્રો.એમ.એમ.પટેલ સાહેબ, રમેશભાઇ ગોલ, ભદ્રેશસિંહ પરમાર, ધાર્મીકભાઇ માલવીયા સહિત સેક્રેટરી ઋજુલભાઇ ગોંડલીયા, ટ્રેજરી સાહસભાઇ ઉપાધ્યાય પ્રોજેકટ કાર્યમાં સહયોગી બન્યાનું સંસ્થાની યાદીમાં જણાવેલ છે.

(11:44 am IST)