Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર ખડિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર ખડિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર ખડીયાપરામાં જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ શીવાભાઈ સાલાણી, બેચરભાઈ સોમાભાઈ જંજવાડીયા અને ગોપાલભાઈ પ્રભુભાઈ કગથરાને રોકડ રકમ રૂ.૧૫૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:41 pm IST)