Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સકલીન મુસ્તાકે ધોનીના વખાણ કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખખડાવી નાખ્યો

બીસીસીઆઈએ ધોનીને ફેરવેલ મેચ ન આપતા પાક. બોર્ડે ટીકા કરી

કરાચી ,તા.૨૭ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) પોતાના દેશના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર સાકલિન મુસ્તાકને વખોડ્યો છે. મુસ્તાકે તેની યુટ્યુબ ચેનલ પર તાજેતરમાં નિવૃત્ત ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશે નિવેદન આપ્યું હતું.

પીસીબીએ સકલેનને યાદ અપાવ્યું છે કે તે હવે ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના વિકાસના વડા છે અને તે બોર્ડનો કર્મચારી પણ છે. આવી સ્થિતિમાં, તમે યુટ્યુબ પર વિડિઓઝ પોસ્ટ કરી શકતા નથી. સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, ધોનીની પ્રશંસા અને ભારતીય ક્રિકેટ બોર્ડના મામલામાં તેમની સ્પષ્ટ દખલ માટે પીસીબી પ્રભાવિત નથી. સાકલિન મુસ્તાકે  ધોનીને તેની ચેનલ પર યોગ્ય વિદાય મેચ ન આપવા બદલ બીસીસીઆઈની ટીકા કરી હતી.

આ અગાઉ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને સલાહ આપી હતી કે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતીય ક્રિકેટ અથવા ખેલાડીઓ પર કોઈ ટિપ્પણી કરવાથી દૂર રહે. તેમણે કહ્યું કે સકલેન દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોને કારણે પીસીબીએ હવે અન્ય તમામ કોચને હાઈ પર્ફોમન્સ સેન્ટર અને પ્રાંતીય ટીમોને આવા કોઈ પણ કાર્યથી દૂર રહેવા જણાવ્યું છે.

(2:59 pm IST)